યુકેની મુલાકાતે રહેલા PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન સ્ટારમરના ભાષણનું હિન્દીમાં ભાષાંતર કરનાર અનુવાદક થોડી ક્ષણો માટે અચકાઇ ગયા. અનુવાદ કરવામાં તેઓ અટવાઇ ગયા. જે સાંભળીને પીએમ મોદીએ એવી ટિપ્પણી કરી કે આખો માહોલ હળવો થઇ ગયો. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર ભાષણ આપી રહ્યા હતા અને સાથે સાથે એક ટ્રાન્સલેટર તેઓ હિન્દીમાં અનુવાદ કરી રહ્યા હતા. પરંતુ પીએમ સ્ટારમરના સંબોધનને હિન્દીમાં ટ્રાન્સલેટ કરતા અટકી ગયા હતા.

જ્યારે અટકી ટ્રાન્સલેટર કરતી મહિલા 
જ્યારે બ્રિટિશ પીએમ સ્ટાર્મરની ટિપ્પણીઓનું હિન્દીમાં ભાષાંતર કરતી વખતે અનુવાદકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરી અને ભાષાંતર કરતી મહિલાને પ્રોત્સાહન આપ્યું. પીએમ મોદીએ તેમને અંગ્રેજીમાં કહ્યું Don't bother, we can use English words. એટલે કહેવાનો મતલબ એ હતો કે કો વાંધો નછી. તમે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરો. ચિંતા નકરો. ભાષાંતર કરતી મહિલાએ અસુવિધા બદલ માફી માંગી, ત્યારે વડા પ્રધાન મોદીએ ખૂબ જ સરળતાથી અને નમ્રતાથી કહ્યું કે ચિંતા ન કરો. કોઇ વાંધો નથી તેમ કહીને પીએમ મોદીએ તેમને ખાતરી આપી.

 

પીએમ મોદીએ માહોલ હળવો બનાવ્યો 

આ ક્ષણનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં થોડી વાર માટે આખો માહોલ હળવો બની જાય છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે જ્યારે અનુવાદકને હિન્દી બોલવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે પીએમ મોદી તેમની મદદ કરવા આગળ આવ્યા અને કહ્યું, "ચિંતા કરશો નહીં, આપણે વચ્ચે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. તેની ચિંતા કરશો નહીં આ સમયે અનુવાદક માફી માંગતા હોવાનું પણ સાંભળવા મળે છે.

અમે બંને એકબીજાને સમજીએ છીએ 

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પણ કહેતા જોવા મળ્યા કે મને લાગે છે કે અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. લગભગ ત્રણ વર્ષની વાટાઘાટો પછી, ભારત અને યુકેએ આખરે ગુરુવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, બંને દેશોએ એકબીજા પરના ટેરિફમાં ઘટાડો કર્યો છે તેમજ તેમની વચ્ચે વેપાર સંબંધો વધારવા માટે અન્ય મોટા પગલાં લીધા છે. આ કરાર હેઠળ, 99% ભારતીય નિકાસકારોને બ્રિટિશ બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ મળશે અને આનાથી લગભગ $23 બિલિયનની તકો ખુલશે. વાણિજ્ય પ્રધાન પીયૂષ મિશ્રાએ કહ્યું કે આ સમાવિષ્ટ અને લિંગ-સમાન વિકાસના નવા યુગની શરૂઆત કરશે

  • Follow us on: