ચીનમાં SCO સમિટ થઇ. જેમાં 10 દેશોના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા તેમાં પાકિસ્તાનના શાહબાજ શરીફ પણ હતા. એસસીઓ બેઠક બાદ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક મળી. જે જોઇએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોનું કહેવુ છે કે ભારતે અમેરિકાની સાથે રહેવુ જોઇએ, રશિયા સાથે નહીં.


અમેરિકા કેમ નારાજ ? 

'ફ્રી પ્રેસ જર્નલ'ના અહેવાલ મુજબ પીટર નાવારોએ કહ્યું કે ભારતે રશિયા સાથે નહીં, આપણી સાથે રહેવું જોઈએ. પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કામ કરી રહ્યા છે જે શરમજનક છે. SCO સમિટ દરમિયાન પીએમ મોદી જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા હતા. આ બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. જેનાથી અમેરિકા આનાથી નારાજ છે.

ટેરિફને લઇને શું બોલ્યા પીટર ? 

પીટર નાવારોએ પણ ભારત પર વધારાના ટેરિફ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભારત સાથે બે પ્રકારની સમસ્યાઓ છે અને તેના કારણે જ ટેરિફ લગાવવામાં આવ્યો છે. પહેલુ તે તે અનફેર ટ્રેડ કરી રહ્યું છે જેને કારણે 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે અને બીજુ કે તે રશિયા પાસેથી તેલ ખરીદે છે. તેના કારણે પણ 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

યુક્રેન રશિયા યુદ્ધને લઇને શું બોલ્યા ? 

નવારોએ એમ પણ કહ્યુંકે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યુ છે. તેમણે કહ્યું કે રશિયાથી તેલ ખરીદી કરી રહ્યુ છે અને તે કમાણીથી રશિયા યુદ્ધમાં વાપરી રહ્યુ છે. તેનો મતલબ એ થયો કે રશિયા -યુક્રેનનુ યુદ્ધ મહિનાઓથી ચાલી રહ્યુ છે. પરંતુ હજી સુધી તેનો કોઇ ઉકેલ નીકળ્યો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પુતિન અને ઝેલેન્સ્કી સાથે બેઠક પણ કરી હતી. 

  • Follow us on: