દુનિયા ઘણી એવી વસ્તુઓ બને છે જેને જોઈને તમને આશ્ચર્ય જરૂર થશે. કોઈપણ વ્યક્તિને 2 કે 4 ભાષાઓ યોગ્ય રીતે શીખવામાં વર્ષો લાગી જાય છે ત્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ નાની ઉંમરે 400થી વધુ ભાષાઓ આવડતી હોય તો તમે આશ્ચર્ય થશો. ચેન્નાઈના મહમૂદ અકરમે માત્ર 19 વર્ષની ઉંમરે 46 ભાષાઓ બોલવાનું અને 400થી વધુ ભાષાઓ વાંચવાનું, લખવાનું અને ટાઇપ કરવાનું શીખી લીધું છે. વાંચો Success Story....



અહેવાલો અનુસાર, મહમૂદનો જન્મ ચેન્નાઈ (ભારત)માં થયો હતો. તેના પિતા શિલ્બી મોઝીપ્રિયન 16 ભાષાઓ જાણે છે. તેમણે બાળપણથી જ મહમૂદને ઘણી લિપિઓ અને ભાષાઓ શીખવી હતી. મહમૂદે 4 વર્ષની ઉંમરે તમિલ અને અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું અને માત્ર 6 દિવસમાં અંગ્રેજીમાં નિપુણતા મેળવી લીધી હતી. અકરમ માત્ર 6 વર્ષની ઉંમરે વટ્ટેલુટ્ટુ, ગ્રંથ અને અન્ય પ્રાચીન તમિલ લિપિઓ સમજી ગયો હતો. તે ફક્ત ભાષાઓ બોલતો જ નથી પણ લખે છે અને ટાઇપ પણ કરે છે. 8 વર્ષની ઉંમર સુધીમાં તે 50 ભાષાઓ શીખી ગયો હતો. આ માટે તેણે સખત મહેનત, પુસ્તકો અને ઓમ્નિગ્લોટ જેવી ઓનલાઇન વેબસાઇટ્સની મદદ લીધી હતી.


મહમૂદ અકરમની સફળતાની કહાની....

મહમૂદ અકરમ 8 વર્ષની ઉંમરે તેઓ સૌથી નાના દ્વિભાષી ટાઇપિસ્ટ બન્યા હતા. 10 વર્ષની ઉંમરે તેમણે એક કલાકથી ઓછા સમયમાં 20 ભાષાઓમાં ભારતનું રાષ્ટ્રગીત ટાઇપ કર્યું. તેમને બીજો વિશ્વ રેકોર્ડ અને જર્મન યંગ ટેલેન્ટ એવોર્ડ પણ મળ્યો. આજે તે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે)માં એકસાથે અનેક ડિગ્રી મેળવી રહ્યો છે. તેની પ્રિય ભાષા હજુ પણ તમિલ છે.


  • Follow us on: