ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયા. ત્રણ સ્પેસ મિશનમાં 608 દિવસ અવકાશમાં પસાર કરી સુનિતા વિલિયમ્સે ઇતિહાર રચ્યો છે. સુનિતા વિલિયમ્સ ફક્ત યુવાનો જ નહીં મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે. 27 વર્ષની શાનદાર કારકિર્દી બાદ સુનિતા વિલિયમ્સે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિશ્વપ્રખ્યાત આ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને નાસા તરફથી પેન્શન મળશે. જાણો સુનિતા વિલિયમ્સને કેટલી સુવિધા અને કેટલું પેન્શન મળશે.


અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે લીધી નિવૃત્તિ

સુનિતા વિલિયમ્સને નાસાના સૌથી અનુભવી અને વિશ્વસનીય અવકાશયાત્રીઓમાંના એક ગણવામાં આવે છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ત્રણ મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કર્યા. ભારતીય મૂળની આ અવકાશયાત્રીએ સંશોધન માટે અવકાશમાં બહુ મહિના કરતા પણ વધુ સમય પસાર કર્યો છે. કયારેક મિશન મુશ્કેલીમાં પણ મૂકાયું ત્યારે પોતાની સમજથી પરિસ્થિતિ પર નિયંત્રણ કરી મિશનનું સંચાલન કર્યું છે. હાલમાં જ એક મિશનમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાવાના કારણે નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થયો હતો. જેના કારણે તેમનું મિશન લંબાયું અને લગભગ નવ મહિના સુધી ISS પર રહ્યા હતા. આ જ કારણ છે કે નાસા પણ સૌથી વિશ્વસનીય અને અનુભવી અવકાશયાત્રી તરીકે સુનિતા વિલિયમ્સને પસંદ કરે છે.

સુનિતા વિલિયમ્સને પેન્શનની સાથે મળશે સુવિધા

સુનિતા વિલિયમ્સે NASA ખાતે GS-15 ગ્રેડ રાખ્યો હતો, જે યુએસ સરકારી પ્રણાલીમાં સૌથી વરિષ્ઠ સ્તર માનવામાં આવે છે. GS-15 ગ્રેડ મુજબ સુનિતાને અંદાજે ₹120-130 મિલિયન (આશરે $10 મિલિયનથી $10 મિલિયન) વાર્ષિક પગાર મળતો હતો. વરિષ્ઠ સ્તરની શ્રેણીમાં હોવાના કારણે NASAમાં તેમનો આ પગાર ખૂબ મજબૂત માનવામાં આવતો હતો. સુનિતા વિલિયમ્સ નિવૃત્ત થયા પહેલા ઉચ્ચસ્તરીય ગ્રેડમાં હતા. જેમાં તેમને પગારની સાથે મિશન ભથ્થાં, સંશોધન સુવિધાઓ અને સરકારી લાભો પણ મળતા હતા. અને હવે નિવૃત્તિ પછી સુનિતા વિલિયમ્સને NASA ની ફેડરલ એમ્પ્લોયીઝ રિટાયરમેન્ટ સિસ્ટમ (FERS) હેઠળ પેન્શન મળશે. આ પેન્શન તેમની કુલ સેવાની લંબાઈ અને સરેરાશ પગારના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત  પણ, સુનિતા વિલિયમ્સને આરોગ્ય વીમો, જીવન વીમો અને થ્રિફ્ટ સેવિંગ્સ પ્લાન (TSP) સહિત અનેક લાભો મળતા રહેશે. 


આ પણ વાંચો : 

  • Follow us on: