નકલી ક્લીયરેન્સ સંદેશના કારણે જહાજે સમજ્યુ કે, તેને હોર્મુઝ પાસ કરવાની પરવાનગી મળી ગઇ છે. અને બાદમાં હુમલો કરાયો હતો.
ક્રિપ્ટો ઠગીનું શિકાર ?
હોર્મુઝ સ્ટ્રેટમાં ગયા અઠવાડિયાએ ઇરાને જે ભારતીય જહાજ પર ગોળીબારી કરી હતી. શું તે કોઇ ક્રિપ્ટો ઠગીનું શિકાર બન્યુ છે. નકલી ક્લીયરેન્સ સંદેશના સમાચારે આ હોબાળો ઉભો કર્યો છે. અહીં વિવાદ એ સર્જાયો છે કે, શું જહાજને પસાર થવાની પરવાનગી મળી છે. કે જેના કારણે તે હુમલાનો શિકાર થયો હતો. આ હુમલા પાછળ ઘણી કડીઓ જોડાઇ છે. ભારતીય જહાજ સૈનમાર હેરાલ્ડ પર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. તે દરમિયાન આ ગોળીબાર થયો હતો.
ઓડિયો સંદેશમાં શું કહ્યુ ?
હુમલા દરમિયાન જહાજના કપ્તાને ઇરાની સેનાને ગભરાટમાં ઓડિયો સંદેશ મોકલ્યો હતો. આ ઓડિયો સંદેશમાં કપ્તાન કહી રહ્યા છે કે, સેપાહ નેવી, આ મોટર ટેંકર સૈનમાર હેરાલ્ડ છે. તમે મને પસાર થવાની પરવાનગી આપી હતી. તમારી યાદીમાં મારો બીજો નંબર છે. તેમે ગોળીબારી કરી રહ્યા છે. અને પરત ફરવા ફરજ પાડી રહ્યા છે. ગ્રીસની સમુદ્રી રિસ્ક મેનેજમેન્ટ કંપની MARISKSએ કહ્યુ કે, જે જહાજો પર ગોળીબારી થઇ છે. તેમાંથી એક જહાજ સંભવત દગાબાજીનો શિકાર થયો છે. રોયટર્સે કહ્યુ હતુ કે, જે બીજા ભારતીય જહાજ પર ફાયરિંગ થઇ છે. તેનું નામ જગ અર્ણવ છે. તે એક બલ્ક કૈરિયર જહાજ છે. જે સાઉદી અરબના અલ જુબૈલ જઇ રહ્યુ હતુ. ત્યાં સૈનમાર ઇરાકથી ભારત માટે કાચુ તેલ લઇને આવી રહ્યુ હતુ.
ભારત સરકાર ચિંતિંતઃ MEA
આ ઘટના બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્ત્રીએ કહ્યુ હતુ કે, ભારત સરકાર આ મામલે ચિંતિંત છે. ભારતીય જહાજો પર ફાયરિંગ સિવાય હોર્મુઝ પસાર કરતા સમયે વધુ બે ઘટનાઓ સામે આવી હતી. એક ફ્રાંસીસી કન્ટેનર જહાજને કોઇ 'અજ્ઞાત પ્રોજેક્ટાઇલ'એ નિશાન બનાવ્યુ હતુ. જેનાથી તેના કન્ટેનરોને નુકસાન પહોંચાડ઼ી શકાય. અને બીજી ઘટના એ હતી કે, ક્રૂઝ જહાજ માઇન શિફ 4થી જોડાયેલી હતી. જેઓએ કહ્યુ હતુ કે, IRGCએ ગોળી ચલાવવા માટે ધમકી આપી હતી. પણ ફાયરિંગ કરાયુ ન હતુ. પરંતુ પાણીમાં બ્લાસ્ટ કરાયો હતો.
આ પણ વાંચોઃ અમેરિકામાં કોને પરમાણુ શસ્ત્રો છોડવાનો અધિકાર, પરમાણુ કોડ વિશેની શુ છે ગુત્થી?, જાણો
