બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ, ગલ્ફ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા
વિદેશ મંત્રી એસ. જયશંકરે એટલાન્ટામાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ, ગલ્ફ ક્ષેત્રની પરિસ્થિતિ અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક 30 અને 31 ઓક્ટોબરના રોજ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા આયોજિત G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે ચાલી રહેલા રશિયા-યુક્રેન સંઘર્ષના ઉકેલના ત્રણ પાસાઓની રૂપરેખા આપી હતી.
બધા પક્ષોને એકસાથે લાવવાનો પ્રયાસ
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતુ કે, આ મુદ્દો ઊર્જા સાથે સંબંધિત છે. ઊર્જા માળખા પરના હુમલાઓને અટકાવવા એ કદાચ સૌથી જટિલ વિષય છે. કારણ કે વિવિધ પક્ષો માટે તેનો અર્થ વિવિધ છે. આમાં ઊર્જા માળખાનો સમાવેશ થાય છે. કેટલાક માટે, તેનો અર્થ રિફાઇનરીઓ હોઈ શકે છે, અન્ય માટે, ગ્રીડ. વધુમાં, બળતણ જહાજો સંબંધિત મુદ્દાઓ છે. તેથી, અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ બધા પક્ષોને એકસાથે લાવી શકીએ છીએ.
વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રતિક્રિયા
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, પીએમ મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે અને તે પહેલાં બિશ્કેકમાં વાતચીત કરી હતી. મેં અગાઉ મોસ્કોની મુલાકાત લીધી હતી અને આજે લવરોવ સાથે આ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન, મેં કિવની પણ મુલાકાત લીધી હતી અને અમે યુક્રેનિયન પક્ષ સાથે સંપર્કમાં છીએ. અમે આ બાબતે અમેરિકનો સાથે પણ સંકલન કરી રહ્યા છીએ, કારણ કે, તેમની પોતાની શાંતિ મધ્યસ્થી પહેલ ચાલી રહી છે. સચિવ રુબિયો જાણે છે કે, અહીં શું ચાલી રહ્યું છે, તેથી હાલમાં પરિસ્થિતિ એવી છે. તે ઉપરાંત, મને નથી લાગતું કે હું વર્તમાન પરિસ્થિતિ વિશે કોઈ વિગતો જાહેરમાં શેર કરવાની સ્થિતિમાં છું.
આ પણ વાંચોઃ હેલોવીન શું છે? જાણો તેનો ઇતિહાસ, સામહિન ઉત્સવ અને રોચક વાતો
