ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગને કારણે 16 વૃદ્ધોના મોત નીપજ્યા હતા. આ ઘટના રવિવારની સાંજે બનવા પામી હતી.ઇન્ડોનેશિયાના ઉત્તરી સુલાવાસી પ્રાંતમાં મનાડો વિસ્તારમાં એક વૃદ્ધાશ્રમ આવેલું છે જેમાં લોકો સૂઇ રહ્યા હતા તે સમયે ત્યાં આગ લાગી, જેની ઝપેટમાં આવીને 16 લોકોના મોત નીપજ્યા હતા.
ઘટનામાં 16 વૃદ્ધોના મોત
પોલીસે સોમવારે જણાવ્યુ કે આ ઘટનામાં મૃતકોની સંખ્યા 16 થઇ છે. જેમાં 15 લોકોના મોત સળગી જવાને કારણે થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયો છે. આ ઘટનામાં 15 લોકોને બચાવવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ માટે તેમના પરિવારજનોને હોસ્પિટલ બોલાવવામાં આવ્યા છે.













