Indonesia: રવિવારે જાવા સમુદ્રમાં 240 લોકો સાથે મુસાફરી કરી રહેલા ઇન્ડોનેશિયાના એક પેસેન્જર જહાજ અને અધિકારીઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. 'વર્ગો ટ્રાન્સપોર્ટ ૮' (Virgo Transport 8) નામનું આ જહાજ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી દક્ષિણ કાલીમંતન પ્રાંતની રાજધાની બંજરમાસિન જઈ રહ્યું હતું. આ જહાજ શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦:૧૩ વાગ્યે (૦૩૩૦ UTC) રવાના થયું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે રવિવારે વહેલી સવારે ઓપરેટરનો જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.


અત્યાર સુધી શું માહિતી મળી છે?

સર્ચ એન્ડ રેસ્ક્યુ (શોધ અને બચાવ) વિભાગના વડા આઈ પુતુ સુદાયાનાએ એક વિડિયો બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "જહાજ ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું હોવાના અહેવાલો મળ્યા બાદ જહાજના ઓપરેટરે અધિકારીઓને આ ઘટના વિશે જાણ કરી હતી."


દક્ષિણ કાલીમંતન (બોર્નિયો ટાપુ પર સ્થિત) ના બંજરમાસિનમાં આવેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ વિભાગે જણાવ્યું હતું કે તેમને રવિવારે સવારે લગભગ ૨:૦૦ વાગ્યે 'વર્ગો ટ્રાન્સપોર્ટ ૮' સાથે સંપર્ક તૂટી ગયાની જાણ કરવામાં આવી હતી - જે સંપર્ક તૂટ્યાના બે કલાક પછીની વાત હતી. આ જહાજ પૂર્વ જાવા પ્રાંતમાં આવેલા ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાથી બંજરમાસિન જવા માટે રવાના થયું હતું.


સર્ચ એન્ડ રેસ્ક્યુ વિભાગના વડા આઈ પુતુ સુદાયાનાએ એક વિડિયો બ્રીફિંગમાં કહ્યું, "જહાજ ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું હોવાના અહેવાલો મળ્યા બાદ જહાજના ઓપરેટરે અધિકારીઓને આ ઘટના વિશે જાણ કરી હતી."


હાલમાં, જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક અહેવાલ નથી. જહાજના ઓપરેટર, પીટી વર્ગો યોએલ રિહી (PT Virgo Yoel Rihi) એ સંપર્ક તૂટી ગયાની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે જહાજ શનિવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦:૧૩ વાગ્યે સુરાબાયાથી રવાના થયું હતું.

આ પણ વાંચો: BRICS સમિતના બીજા દિવસે PM મોદીનો હુંકાર, કહ્યું - 'અમારી વિવિધતા જ અમારી ઓળખ છે'