બેઠકમાં જનરલ કેને ડોનાલ્ડ ટ્ર્મ્પને કહ્યુ હતુ કે, શક્તિ પ્રદર્શન કરીને હોર્મુઝ સ્ટ્રેટ પર કાબૂ મેળવી શકાય નહી.

ટ્રમ્પને સલાહકારનું સુચન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર કાબૂ મેળવવા માટે એડચોટીનું જોર લગાવ્યુ છે. જેના માટે તેઓ બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નિવારણ લાવવા માટે ઓવલ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં સુરક્ષા મામલાઓના સલાહકાર જનરલ કેને કહ્યુ હતુ કે, શક્તિના જોરે હોર્મુઝ સ્ટ્રેટ મેળવી શકાતુ નથી. એક નાની ભૂલથી પણ મિડિલ ઇસ્ટ અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. અને અમેરિકાની મજાક બની શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સૌથી મોટું જોખમ

જનરલ કેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યુ હતુ કે, આ વિસ્તાર સાંકળો છે. તેના પર સરળતાથી નજર રાખી શકાય છે. ઇરાને આ વિસ્તારમાં અમેરિકી સૈનિકો ઓછી સંખ્યામાં મુકવામાં આવ્યા છે. તો આ તરફ, સુરક્ષા મામલાના સલાહકાર જનરલ કેને ટ્રમ્પને કહ્યુ હતુ કે, ઇરાને ચાલાકીપૂર્વક પોતાના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેટ પર ગોઠવ્યા છે. અહીં સામાન્ય નાવડી પણ અમેરિકી જહાજોને મોટુ નુકસાન કરી શકે છે. તેથી અમેરિકા પોતાના યુદ્ધ જહાજો મોકલવા માટે આતુરતા દર્શાવી રહ્યો નથી.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે કેમ મહત્ત્વનું ?

1. હોર્મુઝ સ્ટ્રેટ ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચે સ્થિત એક જલડમરુમધ્ય છે. આ વેપારની દ્રષ્ટીએ દુનિયા માટે મહત્ત્વપૂર્ણ છે. અહીં રોજ બે કરોડ બૈરલ તેલ પસાર થાય છે. આ માર્ગ દ્વારા દુનિયાને સૌથી વધુ LNGનો જથ્થો પ્રાપ્ત થાય છે.

2. હોર્મુઝથી કતર, બહરીન, કુવૈત, સાઉદી, ઇરાન અને ઇરાક જેવા દેશ તેલ અને ગેસ સપ્લાય કરે છે. ઇરાનને છોડીને અન્ય મોટાભાગના દેશ અમેરિકાના સહયોગી છે. હોર્મુઝ બંઘ થવાના કારણે મોટા ભાગના દેશોને સૌથી વધુ નુકસાન થઇ રહ્યુ છે.

આ પણ વાંચોઃ