ઇરાને આના માટે હોર્મુઝમાં એક સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો છે. જે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

લાકર દ્વીપ પાસે સુરક્ષિત માર્ગ

ઇરાને હોર્મુઝમાં ટોલ વસૂલી શરુ કરી છે. હમણા સુધી હોર્મુઝમાંથી કોઇપણ પ્રકારના ચાર્જ લીધા વગર જહાજ પસાર કરવામાં આવી રહ્યા હતા. ચાર્જ વસૂલવા મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. ઇરાને ફારસની ખાડીમાં તણાવને જોતા હોર્મુઝ પાસે સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો છે. આ માર્ગ લાકર દ્વીપ પાસે સ્થિત છે. અહીંથી હમણા સુધી 9 જહાજ પસાર થયા છે. આમાંથી એક જહાજ પાસેથી 18 કરોડ વસૂલવામાં આવ્યા હતા.

ભારત, ચીન અને પાકિસ્તાનના જહાજ થયા પસાર

હોર્મુઝ પાસેથી જે 9 જહાજ પસાર થયા છે તેમાં ભારત, ચીન, પાકિસ્તાન, મલેશિયાના જહાજોનો સામવેશ થાય છે. કૂટનીતિને ધ્યાનમાં રાખીને ઇરાને પોતાનો સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો છે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા પ્રમાણે તેઓ એ દેશના જહાજોને પસાર થવા માટે પરવાનગી આપી રહ્યા છે જે મિત્ર દેશ છે. તો બીજી તરફ અમેરિકા એવા ગઠબંધન તૈયાર કરી રહ્યુ છે જે હોર્મુઝ સ્ટ્રેટ પરથી ઇરાનનું નિયંત્રણ મુક્ત કરાવે. હોર્મુઝ ફારસની ખાડી પરથી ઓમાનની ખાડી વચ્ચે જળડમરુમધ્ય છે. જે વેપાર માધ્યમ માટે યોગ્ય છે.

જહાજ પાસેથી કેમ લેવાઇ રહ્યો ટોલ ?

હમણા સુધી કોઇ જહાજ પાસેથી ટોલ વસૂલાયો ન હતો. પરંતુ હવે ટોલ વસૂલાત શરુ કરાતા દરેક સ્થળે આની ચર્ચા શરુ થઇ છે. જહાજમાંથી 2 મિલિયન ડૉલર વસુલવાની વાત શરુ કરાઇ છે. ઇરાન આ પ્રકારના ટેક્સ લાદીને પોતાનું હિત સાધી રહ્યુ છે.

1. ઇરાનના સાંસદ મોહમ્મદ મુખબેરે કહ્યુ હતુ કે, અમે એ સ્થળોએ ટેક્સ લગાવીશું જે અમારુ છે. અને એ દેશોએ ટેક્સ તો આપવો જ પડશે જેઓએ અમારી પર પ્રતિબંધ લગાવ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ યુદ્ધ બાદ હોર્મુઝ મામલે પ્રોટોકોલ બનાવવા માગ કરી છે.

2. ઇરાન આ પ્રકારના ટેક્સથી દર્શાવવા માગે છે કે, હુજપણ હોર્મુઝ પર તેનું જ નિયંત્રણ છે. હાલમાં અમેરિકાએ હોર્મુઝ પાસે ઇરાની સેનાના બેઝને ધ્વસ્ત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ