ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈએ આપેલા જડબાતોડ જવાબથી અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ વધવાનું નક્કી દેખાઇ રહ્યુ છે.
અલી ખામનેઇની ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી
ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. વોશિંગટન સતત તહેરાન પર દબાણ વધારી રહ્યુ છે. અને પરમાણુ પાવર ખત્મ કરવા આદેશ આપી રહ્યુ છે. અને સાથે જ મિસાઇલ પણ સરેન્ડર કરવા કહી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ દબાણપૂર્વકની નીતિ પર અલી ખામનેઇએ મૌન તોડ્યુ છે. અને જડબાતોડ જવાબ આપ્યો છે. અલી ખામનેઇએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આક્રમક પ્રહાર કર્યા છે. અને પડકાર ફેંકતા કહ્યુ છે કે, ઇરાનને ખત્મ કરવાનું સપનું છોડી દે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ
અલી ખામનેઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મુકી છે. જેમાં તેઓએ ન માત્ર અમેરિકા સેના શક્તિનો મજાક ઉડાવ્યો છે. પરંતુ ખાડીમાં તૈનાત અમેરિકી સબમરીનને પણ ડૂબાડવાની ધમકી આપી છે. અલી ખામનેઇએ કહ્યુ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ હમેંશા કહે છે કે, તેમની પાસે દુનિયાની સૌથી મજબૂત સૈન્ય શક્તિ છે પરંતુ આ મજબૂત સૈન્ય શક્તિને પણ ક્યારેક મોટો ઝાટકો લાગે છે અને તે ફરી ઉભી થઇ શકતી નથી.
અમેરિકાની દાદાગીરી
ઇરાનની આ ટિપ્પણીઓ એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન વિરુદ્ધ નિવેદનબાજી કરી હતી. ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, ઇરાન પરિણામ ભોગવવા નથી ઇચ્છતુ. અમેરિકાએ ઇરાન પર અગાઉ પણ હુમલાઓ કર્યા છે. અમેરિકા બી-ટુ મિસાઇલને મોકલીને ઇરાનની પરમાણુ શક્તિ નાશ કરશે. ઇરાન વધુ સમજદારીપૂર્વક કામ કરે તેવી ઇચ્છા અમેરિકા સેવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Bangladesh New Cabinet News: તારિક રહેમાન કેબિનેટમાં બે હિન્દુ ચહેરા, માતા ખાલિદા જિયા સાથે ખાસ સંબંધ
