ખર્ગ આઇલેન્ડ પર નિયંત્રણ અથવા પ્રતિબંધની યોજના અમેરિકા બનાવી રહ્યુ છે.
વિશ્વમાં ફરી ચર્ચા
2500 મરીન સૈનિક મોકલાઇ રહ્યા છે. તો આ તરફ, અન્ય સૈન્ય ટુકડીઓ પણ રસ્તામાં છે. આ તમામ સૈનિકોને ઇરાન એટલા માટે મોકલવામાં આવી રહ્યા છે. કે જેનાથી ઇરાન વાતચીત કરવા માટે મજબૂર થયા અને તેલના ખેલને શાંત કરી શકાય. મિડિલ ઇસ્ટના વધતા તણાવની વચ્ચે અમેરિકાએ લીધેલા પગલાના કારણે વિશ્વમાં ફરી ચર્ચાએ જોર પકડ્યુ છે. ખર્ગ આઇલેન્ડ ઇરાનથઈ 15 માઇલ દૂર છે. અહીંથી ઇરાનનું 90% કાચુ તેલ બહાર મોકલવામાં આવે છે.
ખર્ગ આઇલેન્ડ પર નિશાન
અમેરિકાનું માનવુ છે કે, ખર્ગ આઇલેન્ડને જો તેમના નિયંત્રણમાં લેવામાં આવે તો ઇરાન પર દબાણ વધારી શકાય છે. અને ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મજબૂર થઇ શકે છે. આ સમયે ઇરાને અનેક તેલ જહાજોને રોકી રાખ્યા છે. આ માર્ગ તેલના વેપાર માટે મહત્ત્વનો છે. અહીંથી પાંચમાં ભાગનું તેલ અને ગેસ પસાર થાય છે. તેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસની કિંમત સતત વધી રહી છે.
ખર્ગ આઇલેન્ડને નિયંત્રણમાં લેવા માટે શુ છે યોજના ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની કિંમતોમાં વધારો થયો છે. અમેરિકા તુરંત ખર્ગ આઇલેન્ડ પર નિયંત્રણ નહી મેળવે. પહેલા ઇરાનની સૈન્ય તાકતને કમજોર કરશે. પછી હવાઇ હુમલાઓ યથાવત્ રાખશે. અગાઉ અમેરિકાએ ઇરાન પર એર સ્ટ્રાઇક કરીને તેને ચેતાવણી આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. યુએસ અધિકારીઓ કહે છે કે ટ્રમ્પ બધા વિકલ્પો ખુલ્લા રાખવા માંગે છે. જો જરૂરી હોય તો ભૂમિ પર આક્રમણ શરૂ કરી શકાય છે.
આ પણ વાંચોઃ Nepalમાં 27 માર્ચે Balendra Shah વડા પ્રધાન પદના લેશે શપથ, જાણો ક્યાં યોજાશે કાર્યક્રમ?
