ઈરાન સાથે યુદ્ધમાં જવાને બદલે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરીને ઈરાન પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યું છે.

યુએસ-ઈરાન યુદ્ધ સંઘર્ષ

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ-ઈરાન યુદ્ધ અને આ સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે તે વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સીધો જવાબ આપવાને બદલે, તેમણે પ્રશ્ન કર્યો કે શું વિયેતનામ યુદ્ધ આટલી ઝડપથી સમાપ્ત થઈ ગયું. પછી તેમણે ઇતિહાસ તરફ ઈશારો કર્યો. ટ્રમ્પે કહ્યું, મેં એક ચાર્ટ જોયો. પહેલું વિશ્વયુદ્ધ 4 વર્ષ અને 3 મહિના ચાલ્યું, બીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ ચાલ્યું, કોરિયન યુદ્ધ 3 વર્ષ ચાલ્યું અને વિયેતનામ યુદ્ધ 19 વર્ષ ચાલ્યું. હું હવે ફક્ત થોડા મહિના માટે ઈરાનમાં છું.

મહાસત્તા કેમ ઝુકી ?

ઈરાન સાથે એક મહિનાની લડાઈ પછી, અમેરિકાને સમજાયું છે કે આ રીતે વિજય પ્રાપ્ત થશે નહીં અને ફક્ત નુકસાન જ થશે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અહેવાલ મુજબ, અમેરિકાએ આ યુદ્ધમાં તેના મિસાઇલ ભંડારનો મોટો ભાગ ખર્ચ કર્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, અમેરિકાએ 1,000 થી વધુ ટોમાહોક મિસાઇલો અને આશરે 2,000 એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર્સનો ઉપયોગ કર્યો છે.

ખર્ચનું વધ્યુ પ્રમાણ

નિષ્ણાતોના મતે, આ ફક્ત ઈરાન પૂરતું મર્યાદિત નથી. CSIS એ ચેતવણી આપી છે કે જો શસ્ત્ર ખર્ચનું આ સ્તર ચાલુ રહેશે, તો અમેરિકા માટે ચીન જેવા મુખ્ય હરીફનો સામનો કરવો મુશ્કેલ બની શકે છે. એક અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, વર્તમાન શસ્ત્રાગાર ભવિષ્યના મોટા યુદ્ધમાં પૂરતું રહેશે નહીં. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, યુએસ કમાન્ડરો માટે એક મોટી ચિંતા એ છે કે એશિયા સહિત અન્યત્ર સંગ્રહિત શસ્ત્રો પશ્ચિમ એશિયામાં લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ દુષ્કર્મ, હત્યા અને લૂંટનો આરોપી રાહુલ કયા રોગથી હતો પીડીતો?, જાણો