વોલ સ્ટ્રીટ જનર્લે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, યુદ્ધની સ્થિતિ વધતા ફાયદાના સ્થાને માત્ર નુકસાન જ થશે.
ટ્રમ્પના સલાહકારોએ શું કહ્યુ ?
ઇરાન પર અમેરિકાના હુમલાના 10 દિવસ બાદ હવે ડોનાલ્ડ ટ્ર્મ્પે સમાધાન માટે સુર આલાપ્યો છે. રાષ્ટ્રપતિના સલાહકારોએ તેમને યુદ્ધ સમાપ્ત કરવા માટે કહ્યુ છે. સલાહકારોનું કહેવું છે કે, ઇરાન અને અમેરિકાની વચ્ચે યુદ્ધ જો લાંબા સયમ સુધી રહ્યુ તો સીધુ નુકસાન અમેરિકાને થશે. આ ઉપરાંત કોર્ટ વોટરના નિરાશ થવાની ભીતિ ટ્રમ્પના સલાહકાર સેવી રહ્યા હોવાનું કહેવાયુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વહેલી તકે હવે યુદ્ધ સમાપ્ત કરવા માટે જાહેરાત કરી છે.
અમેરિકાના બેકફુટના કારણો
યુદ્ધની શરૂઆત અગાઉ અમેરિકાનો હેતુ ઇરાનમાં પરિવર્તન કરવાનું હતુ. તેથી યુદ્ધના બીજા દિવસે જ અમેરિકાએ ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇની હત્યા કરી હતી. ઇરાનના ટોપ-40 કમાન્ડર ઠાર માર્યા હતા. વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિને પણ મારવાના પ્રયત્ન કરાયા હતા. આ પરિસ્થિત વચ્ચે પણ ઇરાન અમેરિકા સામે લડત આપતુ રહ્યુ હતુ.
1. અમેરિકી રાષ્ટ્રીય ગુપ્ત પરિષદે અવલોકન કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. અને સરકારને સોંપ્યો છે. જેમાં કહેવાયુ છે કે, જ રીતે હુમલાઓ કરાઇ રહ્યા છે. તેનાથી સત્તા પરિવર્તન આવશે નહી. કારણ કે શીર્ષ નેતૃત્ત્વ ખત્મ કર્યા બાદ પણ ઇરાનની જનતા રસ્તા પર ઉતરી ન હતી.
2. Quinnipiac Universityના નવા સર્વેમાં 53 ટકા અમેરિકાના નાગરિકોએ ઇરાનના વિરોધના સેના હુમલાના સંદર્ભમાં વિરોધ કર્યો છે. સર્વેમાં સામેલ 44 ટકા નાગરિકોનું માનવું છે કે, અમેરિકા ઇઝરાયલનું વધુ પડતું સમર્થન કરી રહ્યુ છે.અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યુ હતુ કે, ઇઝરાયલના કારણે અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો હતો.
3. યુદ્ધના કારણે અમેરિકાનો ખર્ચ સતત વધી રહ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના કહ્યા અનુસાર, ઇરાન પર હુમલા માટે અમેરિકાએ શરુઆતી 2 દિવસમાં 5.6 બિલિયન ડૉલરના દારુગોળાનો ઉપયોગ કર્યો હતો. અનાદોલુ એજન્સીના કહ્યા અનુસાર, યુદ્ધના 10 દિવસમાં અમેરિકાએ 10 બિલિયન ડૉલરથી વધુ ખર્ચ કરી ચુક્યુ છે.
એન્ડગેમ વિશે ઇરાને શું કહ્યુ ?
ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એન્ડગેમ અંગે નિવેદન આપ્યુ હતુ. અરાઘચીએ કહ્યુ હતુ કે, અમેરિકાને એ વાતનો અહમ હતો કે, યુદ્ધ શરુ થતાની સાથે ઇરાનમાં સ્થિતિ બદલાઇ જશે.પરંતુ તે પોતાની યોજના સફળ કરી શક્યુ ન હતુ. તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. હવે પ્લાન-બી મુજબ અમેરિકા સંગ્રામ જીતવા માગે છે પણ તેમા પણ તે અસફળ દેખાઇ રહ્યુ છે.
આ પણ વાંચોઃ આયત નિકાસના વેપાર પર યુદ્ધની મોટી અસર, બે હજાર કાર ચેન્નાઇ બંદર પર પરત લાવવા કવાયત
