સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં અયાતુલ્લા અલી ખામેનેઇએ અગૂંઠી પહેરી છે. જે ચર્ચાનો વિષય બની છે.
અલી ખામેનેઇની અંગૂઠી બની આકર્ષણનું કેન્દ્ર
અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવમાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇનો ફોટો વાયરલ થયો છે. જેમાં તેમની અંગૂઠીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ છે. આ અંગૂઠી પર કુરાનનું એક વાક્ય લખાયુ છે. જેનો અર્થ થાય છે કે, અલ્લાહ મારી સાથે છે. આ સંદેશ આડકતરી રીતે અમેરિકાને આપ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. અયાતુલ્લા અલી ખામેનેઇનો આ ફોટો કુરાન મામલે તેહરાનમાં યોજાયેલી બેઠકનો છે.
અંગુઠી પર લખેલો સંદેશ કેમ મહત્ત્વનો ?
અયાતુલ્લા અલી ખામેનેઇના અંગૂઠી પર જે વાક્ય લખાયુ છે તે કુરાનના અલ સૂરહ અશ-શુઅરા સાથે જોડાયેલું છે. કહેવાય છે કે, પૈગંબર મૂસાને જ્યારે ફિરઔનની સેનાએ ઘેરી લીધુ હતુ ત્યારે તેઓએ આ વાક્ય વાંચ્યુ હતુ. તે સમયે પર્વતો અને સમુદ્રની વચ્ચેથી નિકળેલા માર્ગે પૈગંબર મૂસા અને તેના સમર્થકોને બચાવ્યા હતા. ઇરાન સાથે સમજૂતિ ન થવાની સ્થિતિમાં અમેરિકા સીમિત હુમલાઓ અંગે વિચારે છે. અમેરિકાએ મિડિલ ઇસ્ટમાં બે સબમરીન મોકલ્યા છે. અલી ખામેનેઇ આ સબમરીનને ડૂબાડી દેવાની વાત કરી રહ્યા હોવાનું નિવેદન પ્રકાશમાં આવ્યુ છે.
https://twitter.com/Khamenei_m/status/2024576431246721100
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ કેમ ?
અમેરિકાએ કહ્યુ છે કે, મીડિલ ઇસ્ટમાં ઉથલ-પાથલ કરવા માટે ઇરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યુ છે. અમેરિકાના આ દાવને ઇરાને ફગાવ્યો છે. તેઓએ યૂરેનિયમ સંવર્ધનની વાત સ્વીકારી છે. અમેરિકા અને ઇરાનની વચ્ચે સમજૂતિ કરવવા માટે જીનિવા અને ઓમાનમાં બેઠક યોજાઇ હતી. પરંતુ કોઇ નિષ્કર્ષ સામે આવ્યુ ન હતુ. અમેરિકા ઇચ્છે કે, ઇરાન પોતાના તમામ યૂરેનિયમ દેશની બહાર મોકલે. પરંતુ ઇરાને તમામ શરતો ફગાવી છે.
