કુવૈતમાં ભારતીય દૂતાવાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે .હુમલા બાદ ઘાયલોને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.

હવાઈ ટ્રાફિક સ્થગિત

X પર એક પોસ્ટમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસે કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં ભારતીય નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે કહ્યું કે, તે કુવૈત અધિકારીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. જેથી શોકગ્રસ્ત પરિવાર તેમજ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડી શકાય. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાઝીએ જણાવ્યું હતું કે ટર્મિનલ 1 પર ઈરાની હુમલા થયા બાદ કુવૈતે હવાઈ ટ્રાફિક સ્થગિત કર્યો હતો.

ઘાયલોની સારવાર શરુ

હુમલામાં ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં ફરવાનીયા હોસ્પિટલમાં 34, જાબેર હોસ્પિટલમાં 17, ઝહરા હોસ્પિટલમાં 5, અલ-અદાન હોસ્પિટલમાં 3, અલ-અમીરી હોસ્પિટલમાં 2 અને અલ-સબાહ હોસ્પિટલ અને મુબારક અલ-કબીર હોસ્પિટલમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.

તમામ સહાય પુરી પાડવા પ્રયાસ

સાત ઘાયલ વ્યક્તિઓ પર તાત્કાલિક મોટી સર્જરી કરવામાં આવી હતી. તેમજ ઘણી નાની સર્જરી પણ કરવામાં આવી હતી. તબીબી ટીમો સઘન સંભાળ અથવા અદ્યતન સારવારની જરૂર હોય તેવા ગંભીર કેસોનું સતત નિરીક્ષણ કરી રહી છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીને આંચકો!, સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને વાસ્તવિક TMC તરીકે આપી માન્યતા

  • Follow us on: