ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ચીન કોની સાથે? આ સવાલ મુંઝવી રહ્યો છે. પરંતું પહેલી વખત યુદ્ધને લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિવેદન આપ્યું છે. તેમણે યુદ્ધને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ દેશની સંપ્રર્ભુતા, સુરક્ષા અને દેશની અખંડિતતાનું ઉલ્લંઘન સ્વીકાર્ય નથી.
ચીનની સરકારી એજન્સીના જણાવ્યા પ્રમાણે શી જિનપિંગે કઢાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવ સાથે વાતચીચ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેઓ ત્યાં બીજા ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. શી જિનપિંગે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં અચાનક વધી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ, ખાસ કરીને ઈઝરાયલના ઈરાન પર હુમલાએ અમને ચિંતામાં નાખી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે અમે આવા દરેક પગલાનો વિરોધ કરીયે છીએ. કોઈ પણ દેશની સંપ્રર્ભુતા, સુરક્ષા અને દેશની અખંડિતતાનું ઉલ્લંઘન કરતો હોય. યુદ્ધ કરવાથી સમસ્યાનું સમાધાન નહીં મળે.













