હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાને અહીંથી પસાર થતા જહાજ પર હુમલો કરી હાહાકાર મચાવ્યો છે.
ગનબોટે કર્યુ જહાજ પર ફાયરિંગ
ઇરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોટી ઘટના સામે આવી છે. એક તરફ, વાતચીતનો બીજો રાઉન્ડ ફરી શરુ કરવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. તો બીજી તરફ, હોર્મુઝમાં ફરી હોબાળો સર્જાયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં શિપ પર હુમલો કર્યાની સતત ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉ બે વાર હુમલો અમેરિકાએ કર્યો તો ત્રીજી વાર ઇરાને ફાયરિંગ કર્યુ છે. આ વખતે ઇરાની ઇસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ કોર્પ્સની ગનબોટે જહાજ પર ફાયરિંગ શરુ કર્યુ હતુ. જેના કારણે તેને મોટું નુકસાન થયુ છે.
કંટ્રોલ રૂમને ભારે નુકસાન
યૂયુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે ઓમાન નજીક એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ કરી છે. આ ઘટના ઓમાનથી આશરે 15 નોટિકલ માઇલ ઉત્તરપૂર્વમાં બની હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, કન્ટેનર જહાજના કેપ્ટને અહેવાલ આપ્યો હતો કે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ગનબોટ જહાજની નજીક પહોંચી અને ગોળીબાર કર્યો. હુમલામાં જહાજના કંટ્રોલ રૂમને ભારે નુકસાન થયું હતું. જોકે, આગ કે પર્યાવરણીય નુકસાનના કોઈ અહેવાલ નથી. બોર્ડ પરના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં વર્તમાન પરિસ્થિતિ
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર મજબૂત દેખરેખ રાખે છે અને ઘણા કિસ્સાઓમાં જહાજોની ગતિવિધિઓને નિયંત્રિત અથવા નિરીક્ષણ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ નેવી પણ આ વિસ્તારમાં સક્રિય છે અને ઈરાન પર દબાણ લાવવા માટે દરિયાઈ નાકાબંધી જેવા પગલાં અમલમાં મૂક્યા છે. કેટલીક ઘટનાઓમાં, જહાજોને રોકવામાં આવ્યા છે, ગોળીબારના અહેવાલો આવ્યા છે, અને તણાવ ઊંચો છે. હોર્મુઝ સ્ટ્રેટ અંગે બંને દેશો વચ્ચે હજુ સુધી કોઈ કરાર થયો નથી, અને બંને દેશો આ વિસ્તાર પર પોતપોતાના નિયંત્રણનો દાવો કરે છે.
વિવાદમાં કેમ ફસાયુ હોર્મુઝ ?
કાયદેસર રીતે, હોર્મુઝ સ્ટ્રેટ એક આંતરરાષ્ટ્રીય માર્ગ છે, તેથી બધા દેશોના જહાજોને ત્યાંથી પસાર થવાનો અધિકાર છે. વાસ્તવમાં, ઈરાન તેની લશ્કરી હાજરી દ્વારા અહીં પોતાનો પ્રભાવ જાળવી રાખે છે. દરમિયાન, યુએસ અને તેના સાથી દેશો આ પ્રભાવને પડકારી રહ્યા છે, જેના કારણે સંઘર્ષ થઈ રહ્યો છે. ઈરાન આ સ્થળે ટોલ વસૂલવાનો અધિકાર ઇચ્છે છે, પરંતુ યુએસનું કહેવું છે કે આ માર્ગ એક મફત માર્ગ છે અને કોઈપણ જહાજ તેમાંથી પસાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ Iran Mosquito Fleet: ઈરાનનો મોસ્કિટો ફ્લીટ કયા શસ્ત્રોનો ઉપયોગ કરીને બન્યો શક્તિશાળી? જાણો













