જોર્ડનમાં આવેલા મુવાફ્ફક સલતી એર બેઝ પર ઈરાન દ્વારા રાત્રે કરવામાં આવેલા આક્રમક હુમલામાં અમેરિકાને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.જેમાં અનેક ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયા છે.મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી ચાલેલા આ હુમલાને પગલે અમેરિકી સેનાએ બચાવ માટે 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો છોડી હતી.આ હુમલામાં અમેરિકાના અનેક લશ્કરી વિમાનોને નુકસાન થયું હતું.જેમાં લગભગ 8 એફ-15 અને એક એ-10 થંડરબોલ્ટ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.આ હુમલા બાદ તણાવ વધુ વધી ગયો છે.
પાંચ ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિષ્ક્રિય કર્યા
અહેવાલ મુજબ, ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં અંદાજે 8 અમેરિકી F-15 ફાઈટર જેટ્સને નુકસાન પહોંચ્યું હતું, જેને બાદમાં ફરી સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા હતા.એટેક દરમિયાન A-10 થંડરબોલ્ટ વિમાન પણ હીટ થયું હતું જેની એક વિંગ ગાયબ હોવાનું સામે આવ્યું છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ડેમેજ થયેલા સી હોક હેલિકોપ્ટરને અન્ય સ્થળે ખસેડાતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.આ ભીષણ હુમલામાં સદનસીબે કોઈ પણ અમેરિકી સૈનિકનું મોત થયું નથી.આ ઘટનાના એક દિવસ પહેલા અમેરિકાએ પાંચ ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કરોને નિષ્ક્રિય કર્યા હતા.
