એક પરમાણુ હથિયાર માટે 10 કિલો યુરેનિયમની જરૂર પડે છે. ઈરાન લાંબા સમયથી યુરેનિયમનો સંગ્રહ કરી રહ્યું છે.
તુર્કીએ અને રશિયાની યુરેનિયમ પર નજર
ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત શરૂ થઈ છે. યુએસ એમ્બેસેડર સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી તુર્કીના અંકારામાં મળશે. આ બેઠક દરમિયાન અમેરિકા ઈરાનમાંથી યુરેનિયમ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાન પાસે કુલ 440 કિલો યુરેનિયમ 60 ટકા સુધી સમૃદ્ધ છે. સોદા પહેલા તુર્કીએ અને રશિયા સમૃદ્ધ યુરેનિયમ પર નજર લગાવી બેઠું છે.
પરમાણુ શસ્ત્રો વિકસાવવા પ્રયાસ
ઈરાન પાસે કુલ 440 કિલો યુરેનિયમ 60 ટકા સુધી સમૃદ્ધ છે. જૂન 2025માં, અમેરિકાએ તેને નષ્ટ કરવા માટે ત્રણ B-2 બોમ્બરથી બોમ્બ ફેંક્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંગઠન અનુસાર ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી માત્ર એક ડગલું દૂર છે. જો ઈરાન યુરેનિયમને 70 ટકા સુધી સમૃદ્ધ કરે છે. તો તે સરળતાથી પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. જો કે, મોસાદ અને CIA તરફથી લીક થવાને કારણે ઈરાન તે કરી શક્યું ન હતું.
ઈરાન પર યુરેનિયમ ટ્રાન્સફર કરવા દબાણ
રશિયા કહે છે કે, તે ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત છે. રશિયાને ઈરાનનો નજીકનો સાથી માનવામાં આવે છે. જો અમેરિકા ઈરાન પર યુરેનિયમ ટ્રાન્સફર કરવા દબાણ કરે છે. તો તેહરાન તેના યુરેનિયમને મોસ્કોમાં ખસેડી શકે છે. જો કે, ઈરાન કહે છે કે યુરેનિયમ પર કોઈ ચર્ચા થશે નહીં. વિટકોફ ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. ત્યારે તેમનું પ્રાથમિક ધ્યાન પરમાણુ કરાર પર રહેશે.
આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: ચૂંટણી સમયે મોહમ્મદ યુનુસ અને આર્મી ચીફ વચ્ચે કેમ થયો ઝઘડો, જાણો શું છે કારણ?













