ઈરાની અખબારોએ ગ્રેહામના મૃત્યુને અમેરિકા વિરુદ્ધ સંદેશ તરીકે રજૂ કર્યું છે. ઈરાને એક હિટ લિસ્ટ તૈયાર કરી છે. જેમાં ટ્રમ્પ અને નેતન્યાહૂ સહિત 13 નેતાઓના નામ સામેલ છે.
છાપામાં ફોટો છાપી આપી ખુલ્લી ધમકી
અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામનું અચાનક મૃત્યુ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે આવ્યું છે. ઈરાનના અગ્રણી અખબાર, હમશહરીએ તેના પહેલા પાના પર મોટો ગ્રાફિક પ્રકાશિત કર્યો છે જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટોચના યુએસ, ઇઝરાયલી અને યુરોપિયન અધિકારીઓના ફોટા છે. અખબારે આ ગ્રાફિકનું શીર્ષક આપ્યું હતું. અચાનક મૃત્યુ માટે તૈયાર રહો.
વિશ્વના 13 નેતાઓ ટાર્ગેટ પર
હમશહરી અખબારમાં પ્રકાશિત આ ગ્રાફિક, વિશ્વના 13 સૌથી અગ્રણી રાજકીય અને લશ્કરી નેતાઓને લક્ષ્ય બનાવે છે. આ અખબાર ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા માટે આ બધા નેતાઓને જવાબદાર ઠેરવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઉપરાંત, અખબારમાં પ્રકાશિત ઈરાનની હિટલિસ્ટમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ, સેન્ટકોમ કમાન્ડર બ્રેડ કૂપર અને ઇઝરાયલમાં યુએસ એમ્બેસેડર માઈક હુકાબીનો સમાવેશ થાય છે.
ઇરાન આકરા પાણીએ
આ ઉપરાંત, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ, વિદેશ પ્રધાન ગિડીઓન સાર અને IDF ચીફ ઓફ સ્ટાફ એયાલ ઝમીરને જેલના ગણવેશમાં દર્શાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે, યુરોપિયન નેતાઓ ઇટાલીના વડા પ્રધાન મેલોની, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પણ સામેલ છે. આ દરમિયાન, અન્ય અગ્રણી ઈરાની અખબાર, "વતન-એ-એમરોઝ" એ 13 જુલાઈના રોજ તેના મુખપૃષ્ઠ પર સેનેટર લિન્ડસે ગ્રેહામનો ફોટો બોલ્ડ ફારસી હેડલાઇન સાથે પ્રકાશિત કર્યો હતો અને તેનુ નામ હતુ, મૃત્યુના વેપારીનું મૃત્યુ.
ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી
આ ગ્રાફિક અખબારોમાં તે જ સમયે દેખાય છે જ્યારે ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેનીએ તાજેતરમાં તેમના પિતાના અંતિમ સંસ્કાર પછી રાષ્ટ્રને પોતાનું પહેલું જાહેર સંબોધન આપ્યું હતું. ઈરાનના સરકારી ટેલિવિઝન પર વાંચવામાં આવેલા લેખિત નિવેદનમાં, મોજતબા ખામેનીએ કહ્યું કે, અમે શહીદ નેતા અને આ બે યુદ્ધોના તમામ શહીદોના લોહીનો બદલો તે ગુનેગારો અને કુખ્યાત હત્યારાઓ પાસેથી લેવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. આ બદલાને "ઈરાની રાષ્ટ્રની માંગ" ગણાવતા તેમણે કહ્યું કે, તે થશે અને ટૂંક સમયમાં વિશ્વનો દરેક સ્વતંત્ર વ્યક્તિ આ મિશનનો એક ભાગ પૂર્ણ કરશે.
