ઇઝરાયલે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. હવે હોર્મુઝ સ્ટ્રેટ મામલે ફરી ચર્ચા શરુ થઇ છે.
હોર્મુઝ સ્ટ્રેટ વર્ચ્યુઅલ રીતે બંધ
ઇઝરાયલ સંરક્ષણ દળો કહે છે કે હોર્મુઝ સ્ટ્રેટની સામુદ્રધુની બંધ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર IRGC કમાન્ડર તાંગસીરીની હત્યા કરવામાં આવી છે. તાંગસીરીના નેતૃત્વ હેઠળ જ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો જમાવ્યો હતો. ઇરાન યુદ્ધને કારણે છેલ્લા 20 દિવસથી હોર્મુઝ સ્ટ્રેટ વર્ચ્યુઅલ રીતે બંધ છે. જેના કારણે વિશ્વભરમાં વ્યાપક અશાંતિ ફેલાઈ છે.
તાંગસીરીની હત્યાનો મામલો
તાંગસીરીની હત્યા પછી, પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે ખુલ્લો મૂકી શકાય છે? હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર તાંગસીરી માનવામાં આવતો હતો. જાન્યુઆરી 2026માં ઇઝરાયલે પણ તાંગસીરીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તાંગસીરી ઇઝરાયલી હુમલામાં બચી ગયો હતો. હોર્મુઝ સ્ટ્રેટનો એક સાંકડો માર્ગ છે. જેના દ્વારા કાર્ગો અને સામાન્ય જહાજો પર્સિયન ગલ્ફમાંથી ઓમાનના અખાતમાં પ્રવેશ કરે છે. તે તેલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. જે વિશ્વના તેલ પુરવઠાના 20 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
અલીરેઝા તાંગસીરી કેમ હતા ચર્ચામાં ?
1962માં જન્મેલા અલીરેઝા તાંગસીરીએ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના નેવી વિભાગમાં કમાન્ડર તરીકે સેવા આપી હતી. તેમને 2018માં કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી. તાંગસીરીને ઈરાનના પ્રખ્યાત કમાન્ડર, કાસેમ સુલેમાની અને ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની નજીક માનવામાં આવતા હતા. 2016માં ઈરાને તેના પ્રાદેશિક પાણીમાં પ્રવેશવા બદલ 10 અમેરિકન ખલાસીઓની ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં તાંગસિરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તાંગસિરીને કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ હુમલાઓ રોકવા માટે કતાર અને ઇરાન વચ્ચે ડીલ, તેહરાનને મળશે 6 અરબ ડૉલર, જાણો શું છે મામલો?
