ઇઝરાયલે કહ્યુ છે કે, તેણે 70 ટકા મિસાઇલ હવામાં જ ધ્વસ્ત કરી છે. પરંતુ 30 ટકા મિસાઇલના કારણે ભારે નુકસાન થયુ છે.

ઇરાનના મિસાઇલ હુમલાઓ

ઇઝરાયલ અને અમેરિકાએ સૌ પ્રથમ ઇરાન પર હુમલો કરીને ભારે નુકસાન કર્યુ હતુ. અને હવે ઇરાને એકલા હાથે ઇઝરાયલ અને અમેરિકામાં વિનાશ વેર્યો છે. તેણે મિસાઇલ હુમલા કરીને પોતાનું આક્રમક વલણ દાખવ્યુ છે. ઇઝરાયલ પર સતત હુમલો કર્યા બાદ ઇરાને 200 લોકોને ઘાયલ કર્યા છે. અને મોટી સંખ્યામાં સ્થાનિકો મોતને ભેટ્યા છે. ઇરાને ઇઝરાયલ પર હમણા સુધી 500થી વધુ મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના IRGC અનુસાર માત્ર 24 માર્ચના રોજ 220 મિસાઇલ એકસાથે ફેંકવામાં આવી હતી.

ઇઝરાયલના ઘણા શહેરો ધ્વસ્ત

ઇરાને ઇઝરાયલના ઘણા શહેરોને નિશાન બનાવ્યુ છે. ઇરાનનું મુખ્ય નિશાન તેલ અવીવ હતુ. આ હુમલો એવા સમયે કરાયો હતો. જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર મામલે વાતચીત કરાઇન રહી હતી. ઇરાને કરેલા હુમલા સામે ઇઝરાયલે જડબાતોડ હુમલા કર્યા છે. ઇઝરાયલે રશિયા-ઇરાન સપ્લાઇ માર્ગને ધ્વસ્ત કર્યો છે. ઈરાની હુમલામાં તેલ અવીવ, હાઈફા, બ્નેઈ બ્રાક અને મધ્ય ઈઝરાયલના અન્ય ઘણા વિસ્તારો સહિત મુખ્ય ઈઝરાયલી શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હવાઈ સંરક્ષણ વિભાગે કરી સુરક્ષા

ઈઝરાયલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ હવામાં લગભગ 70% મિસાઈલોનો નાશ કર્યો હતો. જેમાં આયર્ન ડોમ, એરો સિસ્ટમ, ડેવિડનો સ્લિંગનો સમાવેશ થાય છે. જોકે, બાકીની 30% મિસાઈલો તેમના લક્ષ્યો સુધી પહોંચી હતી. ઘણી મિસાઈલો ક્લસ્ટર વોરહેડ્સથી સજ્જ હતી. જે હવામાં વિસ્ફોટ થાય છે અને નાના બોમ્બમાં વિભાજીત થઈ જાય છે. આનાથી શહેરી વિસ્તારોમાં નોંધપાત્ર વિનાશ થયો અને બચાવના પ્રયાસો જટિલ બન્યા હતા.

આ પણ વાંચોઃ Crude Oil Products: ક્રૂડ ઓઇલ કઇ-કઇ વસ્તુઓ માટે છે ઉપયોગી? જાણો