રેડ ક્રિસેન્ટ સોસાયટીએ આંકડાઓ જાહેર કરીને હુમલામાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે.
ઇરાન-ઇઝરાયલ વિવાદ
શાળા પર મિસાઇલ પડતાં 85 વિદ્યાર્થીના મોત થયા છે. તો 45 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ ઉપરાંત અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના 10 મોટા શહેરોને નિશાન બનાવ્યુ છે. આ ઉપરાંત તેહરાન સહિત ઘણા સ્થળોએ હુમલાઓ કરવામાં આવ્યા છે. 200થી વધુ લોકોના મોત થયા છે. તો હુમલામાં 740થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે.
ન્યૂક્લિયર કાર્યક્રમ
અમેરિકાને શંકા છે કે ઇરાન પરમાણુ હથિયાર બનાવી શકે છે. તો ઇરાન કહે છે કે, પરમાણુ કાર્યક્રમ ફક્ત શક્તિ અને સંશોધન માટે હતા. તો આ તરફ, મિસાઇલ કાર્યક્રમ વાટાઘાટોમાં સૌથી મોટો વિવાદ સર્જાયો હતો. ઈરાને જણાવ્ઉ હતુ કે, સુરક્ષા માટે 'રેડ લાઇન' જરુરી છે. અમેરિકા ઇઝરાયલનો સૌથી મોટો સમર્થક છે. ઇરાન ખુલ્લેઆમ ઇઝરાયલનો વિરોધ કરે છે. જે ઇઝરાયલ પચાવી શકતુ નથી.
મધ્ય પૂર્વમાં દખલગીરી
અમેરિકાનો આરોપ છે કે ઇરાન અન્ય ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યુ છે. ઇરાક, સીરિયા, લેબનોન અને યમનમાં ઇઝરાયલ તરફી જૂથોને મદદ કરે છે. અને સાથે જ ઇરાન પોતાના હિત અને સાથીઓનું રક્ષણ કરે છે. યુએસએ કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. જેના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પર અસર પડી છે. તો ઇરાને પરમાણુ પ્રવૃત્તિને વધુ તીવ્ર બનાવી છે.
આ પણ વાંચોઃ Iran Israel War: સુપ્રીમ લીડર અલી ખામેનીના મોત માટે કયા કારણો હતા જવાબદાર?, જાણો













