UAEમાં દુબઈને સૌથી વધુ નુકસાન થયું છે. 28 ફેબ્રુઆરીના રોજ, ઈરાને દુબઈ પર મિસાઈલોનો હુમલો કર્યો હતો.
ઈરાને દુબઈને નિશાન કેમ બનાવ્યુ ?
અમેરિકા અને ઈઝરાયલ સામે મધ્ય પૂર્વમાં થયેલા હુમલામાં ઈરાને દુબઈને નિશાન બનાવ્યું છે. આ હુમલો આર્થિક અને વ્યૂહાત્મક કારણોસર કરવામાં આવ્યો હતો. દુબઈમાં અમેરિકન કંપનીઓ, જેબેલ અલી બંદર અને પર્યટન સ્થળો આવેલા છે. જેના કારણે ભારે વિનાશ થયો અને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે. હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે.
Also Read
Iran Israel War : ઇતિહાસના એ શક્તિશાળી નેતાઓ જેમણે યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો સત્તાના શિખરથી શહાદત સુધી અનેક નેતાઓએ યુદ્ધમાં ગુમાવ્યો પોતાનો
Iran Israel War : ઈઝરાયલ-અમેરિકા-ઈરાનના યુદ્ધ અંગે વિશ્વની પ્રતિક્રિયા
Iran Israel War : યુદ્ધમાં હવે ઇરાકની એન્ટ્રી, અમેરિકી બેઝ પર કર્યો એટેક, ખામેનેઇના મોતના પડઘાં ભારતમાં પણ!
દુબઈમાં વધતું જતું યુએસ રોકાણ
2015 અને 2024ની વચ્ચે, દુબઈને યુએસ રોકાણમાં આશરે $21.7 બિલિયન મળ્યા હતા. શહેરમાં 1500થી વધુ યુએસ કંપનીઓની ઓફિસો છે. જેમાં બોઇંગ, માઇક્રોસોફ્ટ, આઇબીએમ અને ગુગલ જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે. 2024 માં યુએસ અને યુએઈ વચ્ચેનો વેપાર અંદાજે $34.4 બિલિયનનો હતો. દુબઈનું જેબેલ અલી બંદર પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તે વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત બંદર છે અને યુએસ યુદ્ધ જહાજોને પણ સમાવી શકે છે.
શું ઈરાનની વ્યૂહરચના સફળ થશે?
ઈરાન ઇચ્છે છે કે દુબઈ અને યુએઈ અમેરિકા પર તેની નીતિઓ બદલવા માટે દબાણ કરે. જો કે, આ વ્યૂહરચના વિપરીત અસર કરી શકે છે. દુબઈ અને સાઉદી અરેબિયાએ ઈરાની હુમલા સામે એકતા દર્શાવી છે અને સંયુક્ત વલણ અપનાવ્યું છે. દુબઈના આર્થિક મહત્વ અને વેપાર જોડાણોને કારણે આ હુમલો ઈરાનને વધુ અલગ કરી શકે છે. દુબઈ પર ઈરાની હુમલાનો હેતુ માત્ર ભૌતિક નુકસાન જ નહીં પરંતુ અમેરિકા અને તેના સાથી દેશોના આર્થિક અને વ્યૂહાત્મક હિતોને પણ નબળા પાડવાનો હતો.
આ પણ વાંચોઃ Canada PM Mark Carney India Visit 2026: માર્ક કાર્ની પંજાબની મુલાકાત નહીં લે, જાણો શું છે કારણ?










