પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, અમેરિકા અને ઇઝરાયલે આખરે ઇરાન પર એક મોટો સંયુક્ત હુમલો કર્યો. ઘણા ઇરાની શહેરો હવાઈ હુમલાનો ભોગ બન્યા. તેના જવાબમાં, ઇરાને ઘણા દેશોમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલાને લઇને ઇઝરાયલી વડા પ્રધાન અને અમેરિકન રાષ્ટ્રપતિએ તો એવો દાવો પણ કર્યો કે આ હુમલાઓમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇ માર્યા ગયા છે.મોતને લઇને 40 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. 


મોતના સમાચારને નવી આઝાદી તરીકે જોઇ રહ્યા છે લોકો

ઈરાનના વિરોધ પક્ષો અને કાર્યકર્તાઓ આ સમાચારને 'નવી આઝાદી' તરીકે જોઈ રહ્યા છે. પ્રખ્યાત ઈરાની પત્રકાર અને કાર્યકર્તા મસીહ અલીનેજાદે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા છે, જેમાં ઈરાની નાગરિકો આનંદ મનાવતા જોવા મળે છે. તેમણે પોતાની પોસ્ટમાં અત્યંત ભાવુક થતા લખ્યું હતું કે, "શું હું સ્વપ્ન જોઈ રહ્યો છું? હેલો, નવી દુનિયા." તેમણે આગળ ઉમેર્યું કે, દરરોજ જે નેતાના કારણે ઈરાની યુવાનો અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમના અંતના સમાચાર તેમના જીવનના સૌથી સુખદ સમાચાર છે.

ઇરાની મીડિયાનો દાવો

કેટલાક અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે આ કોઈ કુદરતી મૃત્યુ નથી, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન અથવા હુમલાનું પરિણામ છે. ઈરાની મીડિયા એજન્સીઓ જેમ કે ફાર્સ અને તસ્નીમના નામે સોશિયલ મીડિયા પર એવા સમાચારો વહેતા થયા છે કે ખામેનીની હત્યા કરવામાં આવી છે. જોકે, સત્તાવાર રીતે ઈરાન સરકાર કે આંતરરાષ્ટ્રીય સંગઠનોએ હજુ સુધી આ બાબતે કોઈ અંતિમ મહોર મારી નથી.

મૃત્યુ પછી ઈરાનમાં સત્તા પલટો થશે કે કેમ તેના પર સૌની નજર

જો આ અહેવાલો સાચા સાબિત થાય, તો તે મધ્ય પૂર્વના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ સાબિત થશે. ખામેનીના શાસન હેઠળ ઈરાન દાયકાઓથી કડક ઈસ્લામિક કાયદાઓ અને પશ્ચિમી દેશો સાથેના તણાવપૂર્ણ સંબંધો માટે જાણીતું છે. તેમના મૃત્યુ પછી ઈરાનમાં સત્તા પલટો થશે કે કેમ અને શું સામાન્ય જનતાને કડક નિયમોમાંથી મુક્તિ મળશે, તે જોવું મહત્વનું રહેશે. અત્યારે તો સમગ્ર વિશ્વની નજર તેહરાન તરફ છે.

આ પણ વાંચોઃ PV Sindhu દુબઈ એરપોર્ટ પર ફસાઈ, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી જાણકારી


  • Follow us on: