ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધે હવે એક નવુ રૂપ લીધુ છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈએ બુધવારે યુદ્ધનું એલાન કરીને ટ્વિટર પર લખ્યું હતું કે, હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકી યહૂદી શાસનને કરારો જવાબ આપશું. તેમની આ પોસ્ટ પછી ઈરાને ઈઝરાયલના વિવિધ શહેરો પર 45 મિસાઈલ છોડી હતી. તેના જવાબી હુમલામાં ઈઝરાયલે પણ તાબડતોબ હુમલાઓ કર્યા હતા. આ પછી ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી છે. ઇહીં અમેરિકાએ યરુસલેમમાં ત્રણ દિવસો માટે પોતાનું દૂતવાસ બંધ કરી દીધુ છે.
ઈરાને ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદને ટાર્ગેટ કરી છે અને તેના મુખ્યાલયને ધ્વસ્ત કરી નાખ્યું છે. આ લઈને એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં હુમલા પછી આકાશમાં ઉઠતા ધુમાડાના ગોળા જોવા મળી રહ્યા છે. જેને લઈને તેહરાનના મિડીયા સંગઠનોએ દાવો કર્યો છે કે હર્જલિયાના મુખ્યાલય પર મિસાઈલો છોડવમાં આવી હતી. જો કે ઈરાનના દાવા પર ઈઝરાયલની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.













