ઇઝરાયલ કુર્દોનો ઉપયોગ કરવા માગે છે પણ તુર્કીયે અને અમેરિકાએ તે રોક્યુ છે.

અમેરિકા અને NATOની સ્થિતિ પર નજર

મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તુર્કીયેએ મોટો સંકેત આપ્યો છે. તેઓએ કહ્યુ હતુ કે, જો કુર્દ લડાકુ ઇરાન સામે યુદ્ધમાં સામેલ થાય છે તો, તેઓ ઉત્તરી ઇરાકમાં સેનાની કાર્રવાઇ કરી શકે છે. આ ચેતવણી ખાસ કરીને કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી અને ઇરાની સહયોગી કુર્દિસ્તાન ફ્રી લાઇફ પાર્ટી માટે છે. તુર્કીયેને શંકા છે કે આ સંગઠન ઇઝરાયલના સમર્થનથી ઇરાનમાં લડાઇ દરમિયાન સામેલ થઇ શકે છે.

દરેક દેશ એકબીજાનું કરે સન્માનઃ તુર્કીયે

28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ બાદ તુર્કીયે સતત ચેતવણી આપી રહ્યુ છે કે, આ સંઘર્ષમાં કુર્દ લડાકુનો ઉપયોગ ન કરવામાં આવે. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. અને કહ્યુ હતુ કે, તે કોઇપણ આતંકી સંગઠનના ઉપયોગને સ્વીકારશે નહી. દરેક દેશ એકબીજાની સરહદ અને અખંડિતાનું સન્માન કરવું જ જોઇએ.

તુર્કીયેએ કુર્દોને આપી ચેતવણી

તુર્કીયેના વિદેશ મંત્રાલય અને ગુપ્ત એજન્સીઓએ ઇરાકના કુર્દ ક્ષેત્રના અધિકારીઓને સંદેશ આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, જો સ્થિતિ ખરાબ થશે તે તુર્કીયે અહીં પણ સેનાની કાર્રવાઇ કરશે. જેલમાં કેદ PKKના નેતા અબ્દુલ્લાહ ઓકલાને પણ પોતાના સંગઠનોને ચેતવણી આપી છે કે તેઓ ઇઝરાયલની રમતમાં ન ફસાય. આ નિવેદન બાદ સ્થિતિ પર અસર પડશે. ઇઝરાયલના સીરિયા, ઇરાક અને ઇરાનના કુર્દ સમૂહની સાથએ લાંબા સમયથી સુરક્ષા, સૈન્ય અને ગુપ્ત સંબંધો રહ્યા છે.

આ પણ વાંચોઃ Amit Shah in Loksabha: આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે હથિયાર ઉઠાવશે તેનો હિસાબ કરાશેઃ અમિત શાહ