ઇરાનમાં મોજતબા ખામેનેઇની ચૂંટણી મામલે પણ આંતરિક વિવાદ પેદા થયો છે.
ઇરાનમાં રાજનૈતિક પડકાર આવ્યા સામે
ઇરાનમાં નવા સુપ્રીમ લીડર તરીકે ખામેનેઇના પુત્ર મોજતબા ખામેનેઇની પસંદગી કરાઇ છે. પરતું આ સાથે સત્તા સંઘર્ષનો વિવાદ પણ શરુ થયો છે. નવા સુપ્રીમ લીડરની ચૂંટણી પર સહમતિ બની ગઇ છે. પરંતુ ઇરાનમાં આ મામલે આંતરિક વિવાદ યથાવત્ છે. અને શક્તિ સંઘર્ષ શરુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇરાનના પ્રભાવશાળી નેતા અને અલી ખામેનેઇના નજીકના વ્યક્તિ તરીકે અલી લારિજાની હાલમાં સૌથી મોટા રાજનૈતિક પડકાર બનીને સામે આવ્યા છે.
રાજકીય અને ધાર્મિક સંબંધોની ચર્ચા
આ સમગ્ર વિવાદમાં કેન્દ્ર સ્થાને અલી લારિજાની છે. તેઓ લાંબા સમયથી ઇરાનની રાજનીતિમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવતા રહ્યા છે. તેમના રાજકીય અને ધાર્મિક સંબંધો ખૂબ દુર સુધી ફેલાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોજતબા ખામનેઇને સત્તા પર લાવવા અગાઉ અલી લારિજાની અને ઇરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાધેર ગાલિબાફ વચ્ચે તણાવ વધ્યો હતો. ગાલિબાફને મોજતબાના સમર્થકોમાંથી એક ગણવામાં આવે છે. બે જૂથ પડ્યા હોવાથી સત્તા સંઘર્ષ સતત વધી રહ્યો છે.
વંશવાદના કારણે તિરાડ ?
વંશવાદને કારણે સત્તામાં તિરાડ પડી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. નવા નેતા ચૂંટાયા બાદ પણ સત્તા સ્થાને તણાવની સ્થિતિ યથાવત્ છે. સત્તાની કમાન કોના હાથમાં રહેશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મોજતબા ખામેનેઇને સુપ્રીમ લીડર બનાવતા ધાર્મિક નેતાઓ વચ્ચે બે ફાંટા પડી ગયા છે. વંશવાદના કારણે સત્તા પર અસર થવાની ભીતિ ધાર્મિક નેતાઓ સેવી રહ્યા છે. તો આ તરફ, ભ્રષ્ટાચારના આરોપના કારણે અલી લારિજાનીની રાજનૈતિ સ્થિતિ કમજોર થઇ છે. તેઓ સત્તામાં આવવા અને પકડ મજબૂત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ લશ્કરી ગણવેશ અને હાથમાં બંદૂક લઇને ઇમામે આપેલું પ્રવચન ચર્ચામાં, જાણો શું કહ્યુ?
