પેંટાગને તૈયાર કરેલો પ્લાન ડોનાલ્ડ ટ્ર્મ્પની સામે રજૂ કરાશે. આ યોજનામાં રિવોલ્યૂશનરી ગાર્ડને કેવી રીતે હાર આપવી તેની માહિતી છે.

ઈરાન માટે અમેરિકાની માથાપચ્ચી

અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગને ઇરાનમાં અલી ખામેનેઈ સરકારને સત્તા પરથી દૂર કરવા માટે તમામ બનતા પ્રયત્નો હાથ ધર્યા છે. આ યોજનાને જલદી જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રજૂ કરાશે. પેંટાગને વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે મળીને પ્લાન તૈયાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ઇરાન માટે નિર્ણાયક યોજના તૈયાર કરવા જણાવ્યુ હતુ. વોલ સ્ટ્રીટ જનરલના કહ્યા મુજબ, ઇરાનમાં હવે શાંતિનો માહોલ છે. સરકારે સડકો પર થઇ રહેલા વિરોધને નિયંત્રણમાં લીધુ છે.

પેંટાગનના પ્લાનમાં શું છે વિશેષ ?

વોલ સ્ટ્રીટ જનરલે પોતાની રિપોર્ટમાં દર્શાવ્યુ છે કે, ઇરાન મામલે જે પ્લાન તૈયાર કરાયો છે. તેમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડના અમુક સ્થળો પર હુમલો કરવાની પણ યોજાના છે. આ રિપોર્ટ આકાશ અને જમીન પર બન્ને સ્થળોએ હુમલો કરવા માટે તૈયાર કરાઇ છે. ઇરાનમાં રિવોલ્યૂશનરી ગાર્ડને મહત્ત્વનુ ગણવામાં આવે છે. તેની પાસે 1.5 લાખ એક્ટિવ સભ્યો છે. જેનુ મુખ્ય કામ ઇસ્લામિક ગણરાજ્યમાં વ્યવસ્થા જાળવવાનું છે. આ પ્લાન એવા સમયે તૈયાર કરાયો છે જ્યારે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇ ગુપ્ત સ્થાને છુપાઇ ગયા છે.

ઇરાનનું મહત્ત્વ કેમ વધારે ?  

ઇરાન મિડિલ ઇસ્ટનો સૌથી મહત્ત્વનો દેશ છે. તેની પાસે વિશ્વનો બીજો સૌથી મોટો તેલ અને કુદરતી ગેસ ભંડાર છે. વધુમાં, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખે છે. જે વ્યાપારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈશ્વિક તેલ વેપારનો 20 ટકા આ માર્ગમાંથી પસાર થાય છે. 1979થી યુનાઇટેડ સ્ટેટ્સે આ વિસ્તાર પરનો નિયંત્રણ ગુમાવ્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ કોઈપણ કિંમતે તેને પાછું મેળવવા માંગે છે. વધુમાં, ઈરાનના વર્તમાન સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેની, યુનાઇટેડ સ્ટેટ્સના કટ્ટર વિરોધી છે.

ઈરાનમાં બળવો કેમ સરળ નથી?

ઈરાનની શાસન વ્યવસ્થા જટિલ છે. એક તરફ, સુપ્રીમ લીડર ખામેની લશ્કર અને ન્યાયતંત્ર પર તમામ સત્તા ધરાવે છે. બીજી તરફ, એક ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે, જે આર્થિક પરિસ્થિતિ સુધારવા અને નીતિ ઘડવા માટે જવાબદાર છે. ઈરાનમાં એક મંત્રીમંડળ અને સંસદ પણ છે, એટલે કે ફક્ત ખામેનીને હટાવીને બળવો કરી શકાતો નથી.

આ પણ વાંચોઃ Donald Trump ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macronથી કેમ છે ગુસ્સે, જાણો શું છે કારણ?