ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, જો વહેલી તકે સમજૂતિ નહી થાય તો હુમલાઓ તેજ કરાશે.

મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાન મજબૂત દાવેદાર

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તુર્કીએ, મિસર અને પાકિસ્તાને મળીને ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અને તેને બન્ને દેશ પાસે મોકલાયો છે. આ ડ્રાફ્ટ પાકિસ્તાન તરફથી તૈયાર કરાયો છે. અને આ ડ્રાફટ મામલે જલદી જ કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સતત ઇરાન-અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત આસિમ મુનીર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સ અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફની સાથે ઇરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસના પણ સંપર્કમાં છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સતત તણાવ

ઇરાન અને અમેરિકાની વચ્ચે યુદ્ધ રોકાઇ જાય તે માટે તમામ પ્રયાસ હાથ ધરાયા છે. પરંતુ હમણા સુધી કોઇ નક્કર કાર્યવાહી કરાઇ નથી. પાકિસ્તાને કહ્યુ છે કે, ઇરાને હમણા સુધી પ્રસ્તાવો પર પોતાની મંજૂરી આપી નથી. જ્યારે પાકિસ્તાન, ચીન અને અમેરિકાએ સાથે મળીને સીઝફાયર મામલે તમામ પ્રયાસ કર્યા છે. આ કૂટનીતિ એવા સમયે કરાઇ રહી છે. જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ સતત વધી રહ્યો છે.

આ યોજનામાં કયા મુદ્દાઓ સામેલ ?

આ યોજના બે તબક્કામાં બનાવાઇ છે. જેમાં સીઝફાયર અને હોર્મુઝના ખોલવાની વાત કરી છે. આ પ્રસ્તાવને 'ઇસ્લામાબાદ કરાર' કહેવામાં આવે છે. જેમાં અંતિમ વાતચીત આમને-સામને કરવામાં આવશે.

1. પ્રથમ ચરણમાં તુરંત યુદ્ધવિરામ અને ફરી સ્થાયી સમાધાનની દિશામાં શરુઆત તશે. તેને એક MoUના રૂપમાં પાકિસ્તાન દ્વારા અંતિમ રૂપ અપાશે. તો આ તરફ, 45 દિવસથી સીઝફાયર મુદ્દે પણ વાતચીત ચાલી રહી છે.

2. બીજા તબક્કામાં હોર્મુઝ ખોલવા બાબતે ફરી વાતચીત થશે. ઇરાન આ કરાર મામલે અગાઉ જ ઇનકાર કરી ચુક્યુ છે. તેઓએ કહ્યુ કે, તેઓ અસ્થાયી યુદ્ધવિરામ નથી ઇચ્છતુ. અને સાથે જ આરોપ લગાવ્યો હતો કે, અમેરિકા કોઇ સ્થાયી સમાધાનના મૂડમાં નથી.

યુદ્ધવિરામ માટે કોની કોની મધ્યસ્થી ?

ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ મામલે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાન, તુર્કીએ અને મિસર જેવા દેશો તેમાં જોડાયા છે. આ ત્રણ દેશ શરુઆતથી જ ઇચ્છે છે કે, બન્ને દેશ વચ્ચે સમાધાન થઇ જાય. આગામી 48 કલાકમાં કોઇપણ મોટા કરારની સંભાવના ઓછી છે. પરંતુ સાથે જ ઇરાન ઇચ્છે કે, ગાઝા અને લેબનાન જેવી સ્થિતિ ન બને. જ્યાં જ્યાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન થાય છે ત્યાં ફરીથી હુમલાઓ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ અભય સિંહે સાંસારીક જીવનમાં કર્યો પ્રવેશ, ધર્મશાળાના શિવ મંદિરમાં કર્યા લગ્ન