ઈરાની રાષ્ટ્રપતિએ હવે કહ્યું છે કે, તેઓ પણ યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ સ્વ-બચાવ તેમનો અધિકાર છે.
શાંતિ અને સ્થિરતા જાળવવી પ્રાથમિકતા
ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટતા કરી છે કે તેમનો દેશ કોઈપણ પ્રકારના યુદ્ધને સમર્થન આપતો નથી અને વર્તમાન પરિસ્થિતિમાં ફક્ત સ્વ-બચાવમાં કાર્યવાહી કરી રહ્યો છે. ઈરાની વિદ્યાર્થી સમાચાર એજન્સી અનુસાર, પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, ઈરાને ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી,. ન તો તેનો ઇરાદો છે. તેમણે ભાર મૂક્યો કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ તેહરાનની પ્રાથમિકતા છે.
Also Read
ઇરાનની અમેરિકા પર ટીપ્પણી
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને અમેરિકા અને ઇઝરાયલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે બંને દેશોએ નાગરિક માળખાને નિશાન બનાવ્યું છે. જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે આને માનવ અધિકારો પર બેવડા ધોરણોનું ઉદાહરણ ગણાવ્યું. પેઝેશ્કિઆને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓની આકરી ટીકા કરતા કહ્યું કે ટ્રમ્પ પાસે ઈરાન પાસેથી તેના પરમાણુ અધિકારો છીનવી લેવાનું કોઈ નક્કર કારણ નથી.
'સ્થાયી શાંતિ મહત્ત્વની'
ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર કાલિબાફે પણ જણાવ્યું હતું કે, તેમનો દેશ સ્થાયી શાંતિ ઇચ્છે છે. તેમણે અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઈરાનના ઇરાદા સ્પષ્ટ છે અને તે એવી પરિસ્થિતિ ઇચ્છે છે જ્યાં ભવિષ્યમાં યુદ્ધનું જોખમ ન હોય. તેમણે કહ્યુ કે, અમારા માટે સૌથી મોટો પડકાર અમેરિકામાં વિશ્વાસનો અભાવ છે. પરંતુ અમે સ્થાયી શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચોઃ વોશિંગ્ટનમાં વેપાર સોદા અંગે બેઠકનું આયોજન, જાણો શું કરાયા દાવા?













