અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે તેમણે પોતાની તરફથી અંતિમ અને સર્વોત્તમ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે, પરંતુ ઈરાને હાલમાં અમેરિકાની શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

https://twitter.com/ANI/status/2043142228953190502

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ ચર્ચા અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે ઇસ્લામાબાદ શાંતિ ચર્ચા નિષ્ફળ રહી છે. કોઈપણ પ્રકારના સમજૂતી પર પહોંચવામાં સફળતા મળી નથી. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા પરત જઈ રહ્યા છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમગ્ર માહિતી આપશે. વેન્સે વધુમાં કહ્યું કે અમેરિકા સારા ઈરાદાથી આવ્યું હતું, પરંતુ ઈરાન સમજૂતીની શરતો સ્વીકારવા માટે તૈયાર નહોતું.

જેડી વેન્સે જણાવ્યું, ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું, “ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી. મને લાગે છે કે આ અમેરિકા કરતાં વધુ ઈરાન માટે ખરાબ સમાચાર છે. તેથી અમે અમેરિકા પરત જઈ રહ્યા છીએ, કારણ કે કોઈ સમજૂતી થઈ શકી નથી. તેમણે અમારી શરતો સ્વીકારી નથી.”

તેમણે આગળ કહ્યું કે ચર્ચામાં રહેલી ખામીઓ માટે પાકિસ્તાન જવાબદાર નથી. પાકિસ્તાને ઉત્તમ કામ કર્યું અને અમેરિકા તથા ઈરાન વચ્ચે મતભેદ દૂર કરવા મદદ કરવાનો પ્રયાસ કર્યો. છેલ્લા 21 કલાકથી ચર્ચાઓ ચાલી રહી હતી અને ઈરાન સાથે અનેક મહત્વપૂર્ણ વાતચીત થઈ, પરંતુ અંતે કોઈ સમજૂતી થઈ નહીં.

આ પણ વાંચો: US-Iran War: અમેરિકાનું દિલધડક ઓપરેશન મિશન 'ઈસ્ટર મિરેકલ'. 48 કલાક સુધી મોત સાથે સંતાકુકડી રમતો રહ્યો સૈનિક