સીઝફાયર બાદ હવે પાકિસ્તાનનો જોશ હાઇ જોવા મળી રહ્યો છે.
'થેન્ક ગિવિંગ ડે'ની ઉજવણી
સીઝફાયર બાદ પાકિસ્તાનને કઇ કઇ વસ્તુઓનો ફાયદો મળશે તેના પર સૌ કોઇની નજર છે. સીઝફાયરમાં સંદેશાવાહકની ભૂમિકા ભજવનાર પાકિસ્તાનનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તો આ તરફ શાહબાઝ શરીફની સરકારે તેમના દેશનો આભાર માન્યો હતો. અને 'થેન્ક ગિવિંગ ડે'ની ઉજવણી કરવા માટે જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફે મોટી કૂટનૈતિક જીત જાહેર કરી હતી.
સીઝફાયરથી પાકિસ્તાનને શુ ફાયદો ?
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં મીડિલ ઇસ્ટ મામલાઓના નિષ્ણાંતે જણાવ્યુ હતુ કે, પાતકિસ્તાને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પગલું લીધુ હતુ. જેવુ આ પ્રપોઝલ પાકિસ્તાનને મળ્યુ હતુ તે જ સમયે પાડોશી દેશે તે સ્વીકારી લીધુ હતુ. નિષ્ણાતોએ વધુમાં કહ્યુ હતુ કે, આ કાર્ય બાદ મીડિલ ઇસ્ટમાં મુસ્લિમ દેશમાં પાકિસ્તાનની ઉપસ્થિતિ પણ વધશે. પાકિસ્તાને સીઝફાયર દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ સાથે સંપર્ક કર્યો હતો અને બેઠકો યોજી હતી.
પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ?
સીઝફાયર બાદ પાકિસ્તાનની મુસીબત વધી ગઇ છે. સંયુક્ત અરબ અમીરાત તેનાથી વધુ નારાજ છે. યૂએઇ નિષ્ણાંત કહે છે કે, સીઝફાયરની પ્રક્રિયામાં પાકિસ્તાને યુએઇ સાથે દગાબાજી કરી છે. પાકિસ્તાને ન તો યુએઇને ન તો આ વિશે માહિતી આપી હતી. અને ન તો હિતો વિશે વાતચીત કરી હતી. યુએઇ અને પાકિસ્તાનની વચ્ચે મજબૂત કૂટનૈતિક સંબંધો છે. આ સંબંધો ખરાબ થતા પાકિસ્તાને યુએઇને વ્યાજ ચુકવવું પડશે.
આ પણ વાંચોઃ સતત વરસતા વરસાદના ઠંડા વાતાવરણમાં અસ્થમાના દર્દીઓ પોતાનું કેવી રીતે રાખશે ધ્યાન?, જાણો
