શાંતિ કરાર માટે પાકિસ્તાન ઇસ્લામાબાદમાં બેઠકનું આયોજન કરી રહ્યુ છે.

પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસો

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે શાંતિ કરાર માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. પરંતુ ઇરાનના જુના રેકોર્ડસ અને નવા માહોલને જોતા ઇસ્લામાબાદમાં બેઠક આયોજિત થવાની શક્યતા નહીવત દેખાઇ રહી છે. પાકિસ્તાન ઇરાનનો પાડોશી દેશ છે. અને બન્ને દેશ વચ્ચે 901 કિમીની સરહદ જોડાયેલી છે. તો આ તરફ, પાકિસ્તાન પોતે અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં રોકાયેલુ છે. તેની પાસે યુદ્ધ રોકવાનો કોઇ અનુભવ નથી. અને પાકિસ્તાન પોતાને આંતકી હુમલાઓ કરાવવામાં માહિર હોવાથી તે અસુરક્ષિત દેશ છે.

પાકિસ્તાનમાં બેઠક મામલે ગુંચવણ

1. અમેરિકા અને ઇરાનની વચ્ચે 12 મહિનામાં બે વખત સમજૂતિ માટે કવાયત હાથ ધરાઇ હતી. પ્રથમવાર એપ્રિલ 2025માં બન્ને દેશના રાજદૂત વચ્ચે બેઠક યોજાઇ હતી. એ સમયે અમેરિકાએ વિયનામાં કરાર કરવા માટે સ્થાન નક્કી કર્યુ હતુ. પરંતુ ઇરાને તેને બદલ્યુ હતુ. અને બાદમાં બેઠક ઓમાનના મસ્કતમાં યોજાઇ હતી. બાદમાં ફેબ્રુઆરી 2026માં ફરી બન્ને દેશ વચ્ચે વાતચીત શરુ થઇ હતી. અમેરિકાએ એ સમયે તુર્કીએમાં બેઠક યોજવા કહ્યુ હતુ. પરંતુ ઇરાને ફરી ઓમાન પર ભાર મુક્યો હતો. પહેલા ઓમાન અને બાદમાં જિનેવામાં બેઠક યોજાઇ હતી.

2. ઇરાન સરકારને અમેરિકાનો આ પ્રસ્તાવ જાળ સમાન લાગે છે. તેને ડર છે કે, વાતચીત કરવાના બહાને અમેરિકા તેના ઉચ્ચ નેતા એમ.બી.ગાલિબાફની હત્યા પણ કરી શકે છે. કારણ કે, વાતચીત માટે અમેરિકાએ એમ.બી.ગાલિબાફ સાથે મુલાકાત કરવા પર ભાર આપ્યો છે. અમેરિકાને લાગે છે કે, એમ.બી.ગાલિબાફ જ વાતચીત નક્કી કરી શકે છે.

3. પાકિસ્તાન અને ઇરાન વચ્ચે કૂટનીતિના દ્રષ્ટીકોણથી બધી વસ્તુઓ ઠીક નથી. પાકિસ્તાને ગયા વર્ષે ઇરાનના કટ્ટર દુશ્મન ગણાતા સાઉદી સાથે રક્ષા કરાર કર્યો હતો. આ કરાર હેઠળ જો કોઇ કોઇ સાઉદી-ઇરાન વિરુદ્ધ મેદાનમાં ઉતરે છે તો પાકિસ્તાન પણ ઇરાન પર હુમલો કરશે.

પાકિસ્તાનને મોટો આંચકો

કૂટનીતિના સંબંધો ખરાબ થવાનો અંદાજ એ વાત પરથી લગાવવામાં આવે છે કે, છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનના પીએમ અને નાયબ વડાપ્રધાને ઇરાનના શીર્ષ નેતાઓ સાથે 3 વખત વાતચીત કરી હતી. તેમ છતા ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પાકિસ્તાની જહાજ પસાર થવા પર રોક લગાવી હતી. યુએઇથી જઇ રહેલા જહાજ સેલનને ઇરાને પરત મોકલ્યો હતો.

આ પણ વાંચોઃ પોતાનો જ ગઢ ગણાતા ફ્લોરિડામાં Donald Trumpની કારમી હાર, જાણો શું છે કારણ?