હમાસ સાથે યુદ્ધવિરામની જાહેરાત થયા પછી પણ, ઇઝરાયલે 243 દિવસમાંથી 218 દિવસ ગાઝા પર હુમલો કર્યો છે.
ઇઝરાયલના ગાઝા પર હુમલાઓ
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ હાલ પૂરતું બંધ કરાયુ છે. પરંતુ ગાઝામાં હત્યાઓ યથાવત્ છે. 10 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરાયેલ યુદ્ધવિરામ પછી પણ, લગભગ દરરોજ તોપમારો ચાલુ રહે છે. ઇઝરાયલી સેના અને હમાસ દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામ છતાં, 9 જૂન, 2026 સુધી 3201થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન થયા છે. યુદ્ધવિરામના છેલ્લા 243 દિવસમાંથી 218 દિવસમાં ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો છે.
Also Read
83 પેલેસ્ટિનિયનોની અટકાયત
ઇઝરાયલી સૈનિકોએ પીળી રેખા પાર કરી અને રહેણાંક વિસ્તારોમાં 97 વખત દરોડા પાડ્યા હતા. જેમાં 83 પેલેસ્ટિનિયનોની અટકાયત કરવામાં આવી હતી. ગાઝામાં કુલ 1109 બોમ્બમારા અને તોપમારા કરવામાં આવ્યા હતા. સાથે 273 નાગરિક સંપત્તિનો વિનાશ કરવામાં આવ્યો હતો. ગાઝામાં સરકારી મીડિયા કાર્યાલયે ઇઝરાયલ પર માનવતાવાદી સહાયને અવરોધવાનો અને સમગ્ર વિસ્તારમાં ઘરો અને માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ગાઝામાં બાળકોના મૃત્યુનો સિલસિલો અવિરત ચાલુ
1. 5 જૂને, ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 7 મહિનાના બાળકનું મોત થયું હતું.
2. 20 જૂને, ઇઝરાયલી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા.
3. અત્યાર સુધીમાં, ગાઝામાં 72,991 લોકો માર્યા ગયા છે, જેમાં 20,179 બાળકોનો સમાવેશ થાય છે.
4. યુદ્ધવિરામ છતાં, ગાઝામાંથી બાળકોના મૃત્યુના અહેવાલો બહાર આવી રહ્યા છે.
ગાઝામાં હજુ પણ બાળકોના મોત
જ્યારે ઈઝરાયલ-અમેરિકન યુદ્ધ ઈરાન સાથે શરૂ થયું ત્યારે ગાઝાનું કવરેજ ઘટ્યું હતુ. પરિણામે, ત્યાં ઈઝરાયલી હુમલાઓમાં પેલેસ્ટિનિયનોના મૃત્યુના સમાચાર મોટાભાગે દબાવવામાં આવ્યા હતા. 10 ઓક્ટોબરથી 9 જૂન સુધીમાં ગાઝામાં બાળકો સહિત કુલ 981 લોકો માર્યા ગયા હતા. વધુમાં, 20 જૂનના રોજ ઈઝરાયલી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા, પશ્ચિમ કાંઠાના હેબ્રોન નજીક ઈઝરાયલી લશ્કરી ગોળીબારમાં સેમ ફહદ અબુ હૈકલ નામનો 7 મહિનાનો છોકરો માર્યો ગયો હતો. ઇઝરાયલી સૈનિકો પર ગાઝામાં પરીક્ષા કેન્દ્ર તરફ જતી 18 વર્ષની પેલેસ્ટિનિયન છોકરીને ગોળી મારવાનો પણ આરોપ હતો.
આ પણ વાંચોઃ ભારત-મંગોલિયા વચ્ચે સર્જાશે સંબંધોનો નવો યુગ, ઉલાનબાતાર પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર













