મોજતબા ખામેનેઇએ અમેરિકા અને ઇઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં ચેતાવણી આપી છે.
વૈશ્વિક તેલ પુરવઠા પર અસર
અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર સતત હુમલાઓ શરુ છે. ત્યારે હવે ઇરાનના નવા સુપ્રીમ નેતા મોજતબા ખામેનેઇએ આકરુ વલણ અપનાવ્યુ છે. અને અમેરિકા તથા ઇઝરાયલે ધમકી આપી છે. જો યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છતા હોય તો અમેરિકા અને ઇઝરાયલ શરણાગતિ સ્વીકારે અને નુકસાનનુ વળતર ચુકવે. તે બાદ જ યુદ્ધ બંધ કરાશે. ઇરાને યુદ્ધ વિરામના પ્રસ્તાવો ફગાવ્યા છે. યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયામાં છે. જેમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા છે.
પ્રથમ મોટો સંદેશ જાહેર
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા, મુજતબા ખામેનીએ યુદ્ધ અંગે પોતાનો પહેલો મોટો આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે જો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ શરણાગતિ સ્વીકારે તો જ યુદ્ધ બંધ થશે. મોજતબાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં શાંતિની કોઈ શક્યતા નથી. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, તેમણે અન્ય દેશો દ્વારા ઈરાનને મોકલવામાં આવેલા તમામ યુદ્ધવિરામ પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે.
યુદ્ધ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ્યું
ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લગભગ બે હજાર લોકો માર્યા ગયા છે અને પરિસ્થિતિ તંગ છે. હોર્મુઝ સ્ટ્રેટ વર્ચ્યુઅલ રીતે બંધ છે. જેના કારણે તેલ પુરવઠા પર અસર પડી રહી છે અને વૈશ્વિક ફુગાવો વધવાનો ભય છે. પોતાના પહેલા સંદેશમાં, સુપ્રીમ લીડરએ જણાવ્યું હતું કે આ માર્ગ બંધ રાખવો એ ઈરાનના દુશ્મનો પર દબાણ લાવવાનો એક માર્ગ છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસોને પણ નકારી કાઢ્યા છે, જે સંઘર્ષને વધારી રહ્યું હોય તેવું લાગે છે.
આ પણ વાંચોઃ ઈરાને કતાર સામે સૌથી વધુ મિસાઈલો કેમ છોડી, જાણો શું છે સ્થિતિ?
