ચીન માટે આ નેટવર્કનો હેતુ સબમરીન યુદ્ધમાં વિજય હાંસલ કરવાનો છે.

સબમરીન સંચાલન થશે યોગ્ય 

ચીન સમુદ્રની નીચે મોટું સર્વે અને મૈપિંગનું કામ કરી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય સમુદ્ર વિશે મહત્ત્વની માહિતી મેળવવાનો છે. કે જેનાથી સબમરીન સંચાલન વધુ યોગ્ય રીતે થઇ શકે. અમેરિકા અને તેના સહયોગ વિરુદ્ધ જીત મેળવી શકે. મહાસાગરોમાં મૈપિંગ કરવા માટે ચીનના જહાજો અને સેંસર કામે લાગ્યા છે. સર્વેમાં ખાસ જહાજ ડોંગ ફાંગ હોન્ગ 3 છે. જેને ઓશિયન યુનિવર્સિટી ઓફ ચાઇના ચલાવે છે. આ જહાજ 2024 અને 2025 દરમિયાન સતત એક ક્ષેત્રમાં હતુ.

વારંવાર જોવા મળ્યુ જહાજ

આ જહાજ તાઇવાન પાસે અમેરિકી સૈન્ય સ્થળો અને ગુઆમની આસપાસ તથા હિંદ મહાસાગરના માર્ગે વારંવાર જોવા મળ્યુ છે. ઓક્ટોબર 2024માં જાપાનની પાસે સમુદ્રી સેંસરોની તપાસ કરાઇ હતી. અને મે 2025માં ફરી તે એ જ વિસ્તારમાં જોવા મળ્યુ હતુ. માર્ચ 2025માં આ જહાજ શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની વચ્ચે સમુદ્રી ક્ષેત્રમાં સક્રિય રહ્યુ હતુ.

સર્વેથી ચીન શું મેળવશે ?

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કામ માત્ર વૈજ્ઞાનિક હેતુ માટે નથી કરવામાં આવી રહ્યુ. પરંતુ તેનો સૈન્ય દ્વારા પણ ઉપયોગ કરાઇ રહ્યો છે. સમુદ્રીની ઊંડાઇ, પાણીનું તાપમાન અને સમુદ્રની લહેરો સબમરીન માટે ખૂબ મહત્ત્વની છે. આ માહિતી દ્વારા એ જાણી શકાય કે સબમરીન કયા સ્થાને છુપાઇ શકે છે. અને દુશ્મનોની સબમરીન કેવી રીતે પકડી શકાય છે. ચીનનું આ કામ માત્ર એક કે બે જહાજો સુધી સમિત નથી. તેમા મોટી સંખ્યામાં જહાજો અને સેંસર સામેલ છે. જે સમુદ્રની મૈપિંગ કરે છે. જેનાથી સમુદ્રની અંદરનો નકશો બને છે.

કયા કયા સ્થાને કરાઇ મૈપિંગ ?

ચીને ખાસ કરીને એ વિસ્તાર પર ધ્યાન આપ્યુ છે જ્યાં સૈન્યની દ્રષ્ટીએ મહત્ત્વનું છે. જેમકે, ફિલીપીંસની નજીકના ક્ષેત્ર, ગુઆમ આઇલેન્ડ અને હવાઇની આસપાસના સમુદ્રી વિસ્તાર. આ સિવાય અમેરિકી સૈન્ય સ્થળો પાસેના ક્ષેત્રમાં મેપિંગ કરાઇ છે. હિંદ મહાસાગર ચીન માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, તેના માટે તેલ અને અન્ય વસ્તુઓ આ જ માર્ગે આવે છે. ચીન માટે મલક્કા સ્ટ્રેટ મહત્ત્વનું છે. ચીને આર્કિટિક ક્ષેત્રમાં ગતિવિધિઓ વધારી છે. ચીનનો હેતુ પારદર્શી મહાસાગર બનાવવાનો છે.

આ પણ વાંચોઃ ઇરાન યુદ્ધથી અમેરિકાનો સહયોગી દેશ પરેશાન, પ્રાથમિક જરુરિયાતો પર મુક્યો કાપ