ઇઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરવામાં આવી હતી.
અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર હુમલા
ઇરાને રોષે ભરાઇ જડબાતોડ જવાબ આપ્યા છે. વિવિધ મધ્ય પૂર્વીય દેશોમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા છે. પરંતુ વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશો ઇરાન પરના હુમલા અંગે ચૂપ રહ્યા છે. મધ્ય પૂર્વમાં 16 મુસ્લિમ દેશો છે. જેમાં સાઉદી અરેબિયા, તુર્કી, જોર્ડન, બહેરીન અને લેબનોનનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ દેશ ઈરાનને બચાવવા માટે પહેલ કરી રહ્યો નથી.
ઈરાન આતંકવાદી જૂથોને આપે છે ટેકો
નિષ્ણાતો કહે છે કે ઈરાન હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી જેવા આતંકવાદી જૂથોને ટેકો આપે છે. ઈરાન પર પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના આતંકવાદી જૂથને ટેકો આપવાનો આરોપ છે. આ આતંકવાદી જૂથોએ વિશ્વમાં અસ્થિરતા ઉભી કરી છે અને મુસ્લિમ દેશો મોટાભાગે ઈરાનને આ માટે દોષી ઠેરવે છે. વધુમાં, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને જોર્ડન જેવા દેશોએ ઈરાનને મદદ કરવાનો ઇનકાર કર્યો છે.
શિયા-સુન્ની સંઘર્ષ: અણબનાવનું એક કારણ
મધ્ય પૂર્વમાં શિયા-સુન્ની સંઘર્ષ ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે શિયા-સુન્ની સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર છે. નોંધપાત્ર સુન્ની વસ્તી ધરાવતું સાઉદી અરેબિયા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. સાઉદી અરેબિયા વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારોમાંનું એક અને સમૃદ્ધ દેશ છે. સાઉદી અરેબિયાને ડર છે કે ઈરાન, તેની મોટી શિયા વસ્તી સાથે, મધ્ય પૂર્વ પર કબજો કરશે. તેથી, સાઉદી અરેબિયા હંમેશા ઈરાનનો વિરોધ કરે છે.
ઈરાન પર પાકિસ્તાનનું વલણ શું ?
પાકિસ્તાન એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે ઈરાનના પક્ષમાં છે. ઇસ્લામાબાદે યુએસ-ઇઝરાયલ સંયુક્ત હુમલાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઈરાનને બદલો લેવાનો અધિકાર છે. પરંતુ તેઓ મદદ કરવાથી દૂર છે. મુસ્લિમ દેશ ન હોવા છતાં, ચીન ઈરાનના સમર્થનમાં બોલતું દેખાય છે. ઈરાન પર યુએસ-ઇઝરાયલ સંયુક્ત હુમલા બાદ બેઇજિંગે ચિંતા વ્યક્ત કરી છે. બેઇજિંગે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે અને તમામ પક્ષોને વાટાઘાટો શરૂ કરવા માટે સંદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ Iran Israel War: અલી ખામેનીના મોત બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ઈરાનવાસીઓને શુ કરી અપીલ?
