ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકી પ્રતિનિધિઓ સાથે તેમની કોઈ સીધી મુલાકાત થવાની નથી. ઈરાની પ્રતિનિધિમંડળ હાલમાં ઈસ્લામાબાદ પહોંચ્યું છે, પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈના જણાવ્યા અનુસાર, કોઈપણ પ્રકારનો સંદેશાવ્યવહાર પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા જ કરવામાં આવશે.

ઈરાન સાથે મુનીરની ઉચ્ચ સ્તરીય બેઠક

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ સૈયદ આસીમ મુનીર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને આક્રમક યુદ્ધની સ્થિતિને ડામવા માટે પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસો પર ચર્ચા કરવાનો છે.

 અમેરિકા આ વાટાઘાટોને ગંભીરતાથી લઈ રહ્યું છે. 

બીજી તરફ, અમેરિકા પણ આ વાટાઘાટોને ગંભીરતાથી લઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સલાહકારો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને ઈસ્લામાબાદ મોકલ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, જો જરૂર પડશે તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે. હાલમાં બંને દેશો વચ્ચેની વાતચીત સીધી નહીં પણ પાકિસ્તાન દ્વારા જારી રહેશે.


આ પણ વાંચો: Iran America Conflict: શાંતિ કરાર થાય તે પહેલાં અમેરિકા આ ​​ઈરાની કમાન્ડરની કરી શકે છે હત્યા