છેલ્લા 25 દિવસમાં અમેરિકી સેનાના 4 અધિકારીઓને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

નેવલ સેક્રેટરી પર આરોપ

ઇરાન યુદ્ધમાં અમેરિકાના ખરાબ પ્રદર્શનના પુરાવાઓ સામે આવ્યા છે. યુદ્ધમાં પરાસ્ત થવાનો આરોપ તેઓએ અધિકારીઓ પર લગાવ્યો છે. માત્ર 25 દિવસમાં અમેરિકી સેનાના 4 અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સૌથી પહેલુ નામ નેવલ સેક્રેટરી જોન ફેલનનુ છે. હોર્મુઝમાં ઇરાનની નાકાબંદીને ધ્વસ્ત ન કરી શકવાના કારણે પેન્ટાગને ફેલનને સસ્પેન્ડ કર્યા છે. ફેલન દોઢ વર્ષથી નેવલ સેક્રેટરી તરીકે કાર્યરત હતા.

યુદ્ધમાં હાર બની સસ્પેન્ડ થવાનું કારણ

ફેલનના અગાઉ આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જ, મેજર જનરલ ડેવિડ હોંડલે અને મેજર જનરલ વિલિયમ ગ્રીન જૂનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણેય અધિકારી પર યુદ્ધમાં જીત ન મેળવી શકવા માટે સસ્પેન્ડ કરાયા છે. ફેલન ટ્રમ્પના સૌથી વિશ્વાસુ અધિકારી માનવામાં આવતા હતા. ટ્રમ્પ અને ફેલન મહત્ત્વના ક્ષણે ટ્ર્મ્પના રિસોર્ટ માર-એ-લાગોમાં જોવા મળતા હતા. યુદ્ધ મામલે ટ્ર્મ્પ અને ફેલન વચ્ચે હાલમાં ટેક્સટ દ્વારા વાતચીત પણ થઇ હતી. આ સ્થિતિ બાદ પણ પેન્ટાગન પ્રમુખ પીટ હેગસેથે તેમને પદ પરથી દૂર કર્યા છે.

અમેરિકાના નિષ્ફળ થવાના પુરાવા

1. હોર્મુઝ બહાર અમેરિકા નાકાબંદી કરવામાં પૂર્ણ રીતે નિષ્ફળ રહ્યુ હતુ. સેન્ટકોમના નિવેદનથી વિપરીત 34 ઈરાની જહાજો હોર્મુઝમાંથી પસાર થયા. અમેરિકા આ ​​જહાજોને રોકવામાં અસમર્થ હતું. દરમિયાન, સેન્ટકોમ કહે છે કે તેણે હોર્મુઝ પાર 10 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.

2. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર અંગે ઈસ્લામાબાદમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળો આ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ ઈરાને હાજરી આપવાનો ઇનકાર કર્યો. આમ છતાં, ટ્રમ્પે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાનો નિર્ણય લીધો.

3. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવા માંગે છે. આનું એક કારણ સંભવિત મધ્યસત્ર ચૂંટણીઓ છે. ટ્રમ્પ માને છે કે જો યુદ્ધ મધ્યસત્ર ચૂંટણીઓ સુધી ચાલુ રહેશે, તો તેમના પક્ષને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. તેથી, ટ્રમ્પે ઈરાન સાથે વાત કર્યા વિના અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ લંબાવ્યો.

આ પણ વાંચોઃ  IRGCની કમાન આ કમાન્ડરના હાથમાં આવતા નેતન્યાહુની ચિંતામાં થયો વધારો

  • Follow us on: