મોહમ્મદ ફતાલીએ દાવો કર્યો કે, આગામી 2-3 દિવસમાં આ મિત્રતાના નોંધપાત્ર પરિણામો જોવા મળશે.

ઇરાનનું ભારત માટે સ્પષ્ટ વલણ

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું કે વિશ્વના અન્ય દેશોના વલણને ધ્યાનમાં લીધા વિના, ભારત સાથે ઈરાનના સંબંધો અતૂટ છે. તેમણે કહ્યું કે આ ઊંડી મિત્રતાના નોંધપાત્ર પરિણામો આગામી 2-3 દિવસમાં વિશ્વ સમક્ષ જાહેર કરવામાં આવશે. રાજદૂતે ભાવુક થઈને કહ્યુ કે, ભારતના લોકોની વેદના આપણી પોતાની વેદના છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ખૂબ જ વધારે છે અને ભારતીય ખલાસીઓની સલામતી અંગે ચિંતાઓ ચાલુ છે.

ભારત સરકાર સાથે કામ કરવા સૂચના

ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીનો સૌથી આશ્ચર્યજનક દાવો સમયમર્યાદાને લગતો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું પરિણામ આગામી એક, બે કે ત્રણ દિવસમાં સ્પષ્ટ થઈ જશે. આ પરિણામમાં ભારતીય ખલાસીઓની મુક્તિ, અવિરત તેલ પુરવઠો અથવા યુદ્ધ ટાળવા માટે ભારતીય મધ્યસ્થીનો સમાવેશ થઈ શકે છે. ફતાલીએ ખાતરી આપી હતી કે, વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ દૂતાવાસને તમામ મુદ્દાઓ ઉકેલવા માટે ભારત સરકાર સાથે કામ કરવા સૂચના આપી છે.

અમે યુદ્ધ ઇચ્છતા નથીઃ મોહમ્મદ ફતાલી

યુદ્ધની ધમકીઓ વચ્ચે, ઈરાની રાજદૂતે પણ કડક વલણ અપનાવ્યુ છે. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધ શરૂ કરવાના પક્ષમાં નથી, પરંતુ જો કોઈ યુદ્ધ લાદશે, તો ઈરાન તેનું પરિણામ નક્કી કરશે. ફતાલીએ કહ્યું કે, જો તમે યુદ્ધ શરૂ કરશો, તો તેને સમાપ્ત કરવાની તમારી શક્તિમાં રહેશે નહીં. યુદ્ધનો સમય, સમયગાળો અને ભૂગોળ અમારા નિયંત્રણમાં રહેશે.

આ પણ વાંચોઃ ભારતીય જહાજ shivalik હોર્મુઝથી સુરક્ષિત રીતે રવાના, 40 હજાર મેટ્રિક ટન LPG સાથે પહોંચશે