ઈરાન યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ 86 વર્ષીય આયાતુલ્લાહ અલી ખામેનીના હવાઈ હુમલાથી શરૂ થઈ હતી. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. ઈરાને આ અઠવાડિયે ખામેનીને દફનાવી દીધા હતા, જેમાં ઘણા દિવસ સુધી અંતિમસંસ્કારની વિધી ચાલી. આ દરમિયાન તેમના મૃતદેહને ઈરાન અને ઇરાક બંને શહેરોમાં લઈ જવામાં આવ્યું હતું. ખામેનીની અંતિમ યાત્રા પછીના પરિણામો સમાધાનને બદલે યુદ્ધ વધે તેવી આશંકા છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે ઈરાન પર 1,000 મિસાઇલો છોડવા માટે તૈયાર છે.
અમે વાતચીત કરવા તૈયાર નથી: ઇરાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને હવે વાટાઘાટોમાં જોડાવાનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેના વલણથી પીછેહઠ નહીં કરે ત્યાં સુધી કોઈ વાટાઘાટો શક્ય નથી. આખા અઠવાડિયા દરમિયાન યુએસ અને ઈરાન વચ્ચે માત્ર મૌખિક વાટાઘાટો જ નહીં પરંતુ ભારે મિસાઇલ હુમલાઓ પણ થયા. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલાથી શરૂ થયેલો સંઘર્ષ કલાકોમાં જ વધીને વિવિધ ઈરાની શહેરોમાં બોમ્બમારા સુધી પહોંચી ગયો.
જ્યારે ઈરાન અલી ખામેનીના દફનવિધિની તૈયારીમાં વ્યસ્ત હતું, ત્યારે તેણે યુએસ હુમલાઓના જવાબમાં કતાર અને બહેરીન જેવા દૂરના લશ્કરી થાણાઓને એક સાથે નિશાન બનાવવા પડ્યા. બંને પક્ષો ત્યાં અટક્યા નહીં; અમેરિકાએ તેહરાનની આસપાસના વિસ્તારો પર હુમલાઓનો ધમધમાટ શરૂ કર્યો, પુલો ઉડાવી દીધા અને તેલ રિફાઇનરીઓને નિશાન બનાવ્યા.
બદલામાં ઈરાને તેલ અવીવ અને અન્ય ઘણા સ્થળોએ ઇઝરાયલી લશ્કરી થાણાઓનો નાશ કર્યો. કોઈપણ યુદ્ધવિરામને તોડી નાખનારા આ ઘટનાક્રમે ટ્રમ્પના ગુસ્સાને વધુ વેગ આપ્યો. તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે, સદ્ભાવનાથી તેમણે ઈરાનને તેમના નેતાને અંતિમ વિદાય આપવા માટે એક અઠવાડિયાની રાહત આપી હતી. બાદમાં, તેમણે જાહેર કર્યું કે ઈરાન યુદ્ધમાં અમેરિકા દ્વારા સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. જો કે, ટ્રમ્પના તાજેતરના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે; તેમણે આખા વર્ષ સુધી ઈરાન પર હુમલા ચાલુ રાખવાની તૈયારી જાહેર કરી છે.
અમેરિકા ઈરાન પર 1000 મિસાઈલ છોડવા તૈયાર
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાની સરકાર ઘાતક હુમલો કરવાની અથવા વર્તમાન યુએસ રાષ્ટ્રપતિ (પોતાને) મારવાની ધમકી પર કાર્યવાહી કરે છે, તો યુએસ ઈરાન પર 1,000 મિસાઇલો છોડવા માટે તૈયાર છે અને તેની તરત જ બાદમાં વધુ હજારો મિસાઈળ છોડવા તૈયાર છે. જેના માટે આદેશો પહેલાથી જ આપવામાં આવ્યા છે અને યુએસ સૈન્ય સંપૂર્ણપણે તૈયાર છે અને એક વર્ષ સુધી ઈરાન પર હુમલા ચાલુ રાખવા માટે સક્ષમ છે, દેશના દરેક ભાગને સંપૂર્ણપણે નાશ કરશે.
આ પોસ્ટ દ્વારા, ટ્રમ્પે માત્ર મોટા યુદ્ધ માટે યુએસ સૈન્યની તૈયારીનો સંકેત આપ્યો નથી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં, કોઈપણ ક્ષણે ફરીથી દુશ્મનાવટ ફાટી શકે છે. તેમણે વારંવાર ભાર મૂક્યો છે કે યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે.
ઈરાનની પ્રતિક્રિયા આવી સામે
ઈરાન તેના તરફથી આ પરિસ્થિતિ પાછળ અમેરિકા ઉશ્કેરણીજનક હોવાનો આરોપ લગાવી રહ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ X પર લખ્યું છે કે ઈરાને અત્યાર સુધી પોતાનું વચન પાળ્યું છે, જ્યારે અમેરિકાએ MoUના ફકરા 9નું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકા એક પછી એક ઉલ્લંઘન કરી રહ્યું છે. કાયમી યુદ્ધવિરામની બધી આશાઓ હાલમાં ઠગારી નીવડી છે. હવે, બંને દેશોની મિસાઇલો તૈયાર છે - ગરજવા માટે અને વરસવા માટે પણ.
આ પણ વાંચો: Rajpal Yadav: 5 વખત જેલ જઈશ... અભિનેતાને પોતાનું જ નિવેદન પડ્યું ભારે, હવે ગણશે જેલના સળિયા