પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ઈરાન સાથે વાત કરી અને ઈરાનને સાઉદી અરેબિયા પર હુમલો ન કરવાની અપીલ કરી હતી.

મિસાઈલ અને ડ્રોન હુમલા માટે ચેતવણી

ઈરાન મધ્ય પૂર્વના દેશો પર સતત હુમલાઓ કરી રહ્યુ છે. આ દરમિયાન ઈરાને પાકિસ્તાનની અપીલને અવગણીને સાઉદી અરેબિયા પર પણ હુમલો કર્યો હતો. ઈરાની ડ્રોને રિયાધમાં યુએસ દૂતાવાસને નુકસાન પહોંચાડ્યું હતુ. તેલ કંપની સાઉદી અરામકોના મુખ્ય મથક સ્થિત પૂર્વીય શહેર ધહરાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા માટે ચેતવણી જાહેર કરાઇ હતી.

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી ઈશાક ડારે કહ્યું કે, તેમણે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચીને સાઉદી અરેબિયા પર હુમલો ન કરવાની સલાહ આપી હતી.

ઈરાની ડ્રોન હુમલાઓથી તણાવમાં વધારો

ડારે કહ્યું કે બદલામાં, તેહરાને ખાતરી માંગી હતી કે સાઉદીની જમીનનો ઉપયોગ ઈરાન પર હુમલો કરવા માટે કરવામાં આવશે નહીં. આ પછી, પાકિસ્તાન સાથે વાતચીત છતાં, ઈરાને મંગળવારે રિયાધમાં યુએસ દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો. સોમવારે રાસ તનુરામાં એક મોટી તેલ રિફાઇનરી પર પણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારોમાં ચિંતા વધી ગઈ હતી. ઈરાન દાવો કરે છે કે અમેરિકા સાઉદી અરેબિયાની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે આ હુમલો થયો.

પાકિસ્તાનની સાઉદી નેતૃત્વ સાથે વાતચીત

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી. શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સાઉદી અરેબિયાની સાથે છે. જોકે, પાકિસ્તાની નિવેદનમાં સંરક્ષણ કરારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દરમિયાન, પાકિસ્તાને ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીની હત્યા અને પ્રદેશમાં સંઘર્ષ ફેલાવાની નિંદા કરી છે.

સંરક્ષણ કરાર પર પ્રથમ ચર્ચા

પાકિસ્તાની અને સાઉદી સરકારોએ પ્રથમ વખત સંરક્ષણ કરાર પર ચર્ચા કરી છે. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, કોઈપણ દેશ સામે કોઈપણ હુમલો બંને સામે હુમલો માનવામાં આવશે પરંતુ ઓક્ટોબરથી પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના બે સંઘર્ષો છતાં, ઇસ્લામાબાદ કે રિયાધમાંથી કોઈએ હજુ સુધી તેનો ઉલ્લેખ કર્યો નથી. ડારનું નિવેદન સપ્ટેમ્બરમાં ઇસ્લામાબાદ અને રિયાધ વચ્ચે હસ્તાક્ષર કરાયેલા સંરક્ષણ કરારનો પ્રથમ જાહેર ખુલાસો દર્શાવે છે.

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયામાં પ્રથમ તેલનો કૂવો ક્યારે મળ્યો, જાણો શું છે ઇતિહાસ?