ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, જ્યારે પણ ઇચ્છશે ત્યારે યુદ્ધનો અંત આવી શકે છે.

ડોનાલ્ડ ટ્ર્મ્પે શું આપ્યા સંકેત ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને લક્ષ્યો પર મોટા પાયે હુમલા થઈ ચૂક્યા છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, યુદ્ધનો અંત દૂર નથી. ટ્રમ્પે કહ્યું હતુ કે, ત્યાં ઈરાનને નિશાન બનાવવા માટે લગભગ કંઈ બાકી નથી. આ યુદ્ધ જ્યારે પણ હું ઈચ્છું છું ત્યારે સમાપ્ત થશે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા કઈ વ્યૂહરચના અપનાવશે અથવા ઔપચારિક યુદ્ધવિરામ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કે નહીં.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રીની પ્રતિક્રિયા

જોકે, ટ્રમ્પના નિવેદન પહેલા, યુએસ અને ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ યોજના નથી. યુએસ અને ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ઇરાન સામે લશ્કરી હુમલા ચાલુ રાખવાની તૈયારી ચાલી રહી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, જ્યાં સુધી બધા ઉદ્દેશ્યો પ્રાપ્ત ન થાય અને નિર્ણાયક વિજય ન થાય ત્યાં સુધી આ અભિયાન સમય મર્યાદા વિના ચાલુ રહેશે.

હોર્મુઝ સ્ટ્રેટ મુખ્ય ચિંતાનો વિષય

ઇરાન અને યુએસ અને ઇઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. તાજેતરના દિવસોમાં, યુએસ અને ઇઝરાયલે ઇરાનમાં અનેક લશ્કરી અને ઉર્જા સ્થાપનોને નિશાન બનાવ્યા છે. ઇરાનમાં યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવીને બદલો લઈ રહ્યું છે. ઇરાને પણ ગલ્ફ ક્ષેત્રમાં અનેક હુમલા કર્યા. ડ્રોન હુમલાઓથી દુબઈ એરપોર્ટ નજીક વિસ્ફોટ થયા. જ્યારે પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અનેક વ્યાપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ   હવે દવાઓ પર કરી રહ્યું છે અસર, કિંમતોમાં 30% સુધીનો વધારો થવાની શક્યતા