મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો સવાલ ઉભો થયો છે.શું ખરેખર ઈરાન કમજોર પડી રહ્યું છે કે પછી પરિસ્થિતિ તેની વિરુદ્ધ નથી?તાજેતરના રિપોર્ટ દર્શાવે છે કે યુદ્ધથી સૈનિકો હાર્યા નથી,પરંતુ આ રાજકીય,કૂટનીતિક અને પ્રોપેગેન્ડાનો છે.

શું અમેરિકા દબાણમાં અને ઈરાન મજબૂત સ્થિતિમાં?

શાંતિ માટે કોણ આગળ આવે છે, તે પરથી યુદ્ધની દિશા સમજાય છે.હાલના સંકેતો ચોંકાવનારા.અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાઓ પછી પરિસ્થિતિ વધુ જટિલ બની છે.અમેરિકાનું માનવું હતું કે આ હુમલાથી ઈરાનની નેતાગીરી અને સૈનિક ક્ષમતા નબળી પડશે. પરંતુ ઈરાને તીવ્ર પ્રતિક્રિયા આપી છે.ઇઝરાયેલ અને મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકન સૈનિક બેઝ પર હુમલાઓ થયા હોવાનું કહેવાય છે.

યુદ્ધમાં પાકિસ્તાનની ભૂમિકા ચર્ચામાં

ઈરાન વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હેઠળ છે, છતાં તેની પ્રતિભાવ ક્ષમતા પર ખાસ અસર જોવા મળતી નથી.આ પરિસ્થિતિએ ખાડી વિસ્તારમાં સુરક્ષા અંગેના સવાલો ઉભા કર્યા છે.હોર્મુઝ જળમાર્ગ પર તણાવ વધતા વૈશ્વિક વેપાર પર અસરની ભીતિ વ્યક્ત થઈ રહી છે.આ દરમિયાન, રાજકીય સ્તરે પણ હલચલ તેજ બની છે.અમેરિકા તરફથી મધ્યસ્થતા માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાનની ભૂમિકા પણ ચર્ચામાં છે.પરંતુ ઈરાન તરફથી કોઈ સંકેત જોવા મળતા નથી.તે પોતાની શરતો પર અડગ હોવાનું માનવામાં આવે છે.બીજી તરફ, અમેરિકા તરફથી જાહેર નિવેદનોમાં જીતના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેદાનની વાસ્તવિક સ્થિતિ અંગે અલગ-અલગ દાવાઓ સામે આવી રહ્યા છે.વિશ્લેષકો માને છે કે આ સમગ્ર પરિસ્થિતિમાં માહિતી યુદ્ધ પણ એટલું જ મહત્વનું છે જેટલું સૈનિક સંઘર્ષ.

આંતરરાષ્ટ્રીય નિષ્ણાત

”“હોર્મુઝ સ્ટ્રેટ પરનો તણાવ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતાનો વિષય છે.”“આ સંઘર્ષમાં પ્રોપેગેન્ડા અને હકીકત વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે.મિડલ ઈસ્ટની આ પરિસ્થિતિ માત્ર પ્રાદેશિક નથી,પરંતુ વૈશ્વિક અસર ધરાવે છે.હવે જોવાનું એ રહેશે કે કૂટનીતિક પ્રયત્નો સફળ થાય છે કે સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ લે છે.

આ પણ વાંચો:Israelના નવા કાયદામાં Palestinianનો માટે ફરજિયાત મૃત્યુદંડની જોગવાઈ, વિશ્વભરમાં  ટીકાhttps://sandesh.com/world/news/politics/israels-new-law-provides-for-mandatory-death-penalty-for-palestinians-criticized-worldwide