સ્પેસ એજન્સી નાસાએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ટેન્શન વધારનારું એલર્ટ જાહેર કર્યુ છે. નાસા દ્વારા એક મેપ જાહેર કરવામાં આવ્યો છે. જેના દ્વારા ચેતવણી આપવામાં આવી છે. અમેરિકામાં કેલિફોર્નિયા સ્થિત અનેક શહેર સમુદ્રમાં ડૂબવાની કગાર પર પહોંચી ગયા છે અને લાખો લોકોના જીવને પણ જોખમ છે. ટ્રમ્પ સરકારે તરત જ કોઇ પગલું ભરવુ પડશે. નહીં તો અમેરિકા એક વખત ડૂબવા લાગશે તો ભવિષ્યમાં આખો દેશ પાણીમાં ડૂબી શકે છે. નાસા દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં આનો ખુલાસો કરવામાં આવ્યો છે.


સમુદ્રથી વધતા જળસ્તરને કારણ જમીન ધસી રહી છે

NASAએ હાલમાં જ કરેલા એક રિસર્ચના હવાલે જાણકારી આપી કે ખાડી ક્ષેત્ર સૈન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ અને સેન ડિએગો જેવા શહેરી ક્ષેત્ર સમુદ્રના વધતા જળસ્તરમાં ડૂબી રહ્યા છે. સમુદ્રી તોફાન આવવા પર આ શહેરોમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેના માટે ભૂગર્ભજળનું શોષણ, શહેરી વિકાસ અને માનવ પ્રવૃત્તિઓ આ માટે જવાબદાર છે, આ કારણોસર સમુદ્રને અડીને આવેલી જમીન નીચે ધસી રહી છે અને આને વધારે થતુ અટકાવવા માટે, સરકારી સ્તરે મોટા રાહત પગલાં લેવાની જરૂર છે.

3 સંસ્થાઓએ મળીને કર્યુ છે ખાસ રિસર્ચ

જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL), કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને NOAA દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન મુજબ, 2015 થી 2023 સુધીના ઉચ્ચ-રિઝોલ્યુશન સેટેલાઇટ રડાર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને સમુદ્રમાં ડૂબતા હોટસ્પોટ ઓળખવામાં આવ્યા હતા. આ શહેરોની જમીન ઝડપથી ધસી રહી છે. કેલિફોર્નિયાના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું સ્તર 2050 સુધીમાં 17 ઇંચ (1.4 ફૂટ) થી વધુ વધી શકે છે. શહેરો દર વર્ષે 0.4 ઇંચ (10 મિલીમીટર) થી વધુના દરે ડૂબી રહ્યા છે અને દરિયાની સપાટીમાં વધારો આબોહવા પરિવર્તનને કારણે થઈ રહ્યો છે.


  • Follow us on: