ઈરાન અને ઈઝરાયલ વચ્ચનો તણાવ હવે હુમલાઓમાં બદલાઈ ગયો છે. શુક્રવારે સવારે ઈઝરાયલે ઈરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં રાજધાની તેહરાન સહિત મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ તમામની વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર કરવામાં આવેલા ઈઝરાયલી હુમલામાં અમેરિકાની કોઈ ભાગીદારી નથી. આ કાર્યવાહી ઈઝરાયલે જાતે જ કરી છે. અમેરિકાને તેનું કોઈ સમર્થન નથી.
માર્કો રુબિયાએ જણાવ્યું હતું કે, આજ રાત્રે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકા આ હુમાલામાં શામેલ નથી. અમારી સૌથી મોટી પ્રાથમિકતા આ ત્રેત્રમાં હાજર રહેલા સૌનિકોની સુરક્ષા છે. તેમણએ આગળ જણાવ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ઈરાને અમેરિકાના લોકો કે હિતોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.













