ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ વચ્ચે અમેરિકાએ ઇશારો કર્યો છે કે તેઓ ફરી ઇરાન સાથે વાતચીત કરવા તૈયાર છે. જેનાથી લાંબા સમય સુઝી યુદ્ધ ટાળી શકાય. રાષ્ટ્રપચિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે શનિવારે રાત્રે દેશને સંબોધિત કર્યું. ત્યારે ઇરાને ઇઝરાયલ પર મિસાઇલોનો વરસાદ કર્યો. જેમાં 80થી વધારે લોકો ઘાયલ થયા છે. ઇરાનના વિદેશી મંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું કે હવે કૂટનીતિનો સમય પુરો થઇ ગયો છે અને ઇરાનને આત્મરક્ષાનો અધિકાર છે.

950 લોકો માર્યા ગયા
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે થઇ રહેલા યુદ્ધમાં અત્યાર સુધી ઇરાનમાં 950 લોકો માર્યા ગયા છે. જ્યારે 3450થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ માહિતી માનવ અધિકાર સંગઠન દ્વારા આપવામાં આવી છે, જેનો અહેવાલ AP દ્વારા આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 13 જૂનથી શરૂથયેલા આ યુદ્ધમાં ઇઝરાયલે ઇરાનમાં અનેક જગ્યા પર બ્લાસ્ટ કર્યો. જેમાં પીએમ નેતન્યાહૂએ આ હુમલા પાછળનુ એવુ કારણ આપ્યું કે ઇરાન ન્યૂક્લિઅર બોમ્બ બનાવી રહ્યુ છે જેથી ઇઝરાયલના અસ્તિત્વને ખતરો છે. તો સામે ઇઝરાયલી હુમલાખોરોએ પણ વળતો જવાબ આપ્યો અને મિસાઇલ તથા ડ્રોનથી હુમલો કર્યો.


ઇઝરાયલે 20 વિમાનોથી ઇરાન પર કર્યો હુમલો
એવી પણ માહિતી મળી છે કે ઇઝરાયલી વાયુસેનાના 20 ફાઇટર વિમાનોએ ગુપ્ત માહિતીના આધારે 30 થી વધુ બોમ્બનો ઉપયોગ કરીને કરમાનશાહ, હમાદાન અને તેહરાન પર હુમલો કર્યો.
IDF એ એક ભૂતપૂર્વ પોસ્ટમાં જણાવ્યું હતું કે લક્ષ્યોમાં મિસાઇલ સ્ટોરેજ અને લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવાઈ ગુપ્ત માહિતી માટે ઉપયોગમાં લેવાતી રડાર અને સેટેલાઇટ સિસ્ટમ્સ
તેહરાન નજીક સપાટીથી હવામાં મિસાઇલ લોન્ચરનો સમાવેશ થાય છે.

હુમલાનો સમય અને પદ્ધતિ સેના નક્કી કરશે- યુએનએસસીને ઈરાનની ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે કહ્યું કે યુએસ હુમલાઓના જવાબમાં ઈરાનની પ્રતિક્રિયાનો સમય, પદ્ધતિ અને સ્તર તેની સેના દ્વારા નક્કી કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) નો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થઈ રહ્યો છે અને તેને હુમલાઓ અને ગેરકાયદેસર કાર્યવાહી માટે બહાનું બનાવવામાં આવ્યું છે. ઈરાની રાજદૂતે અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા. જેનો કોઈ કાનૂની આધાર નથી. એમ કહીને આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે
 
  • Follow us on: