UNSCની બેઠકમાં અમેરિકાની એરસ્ટ્રાઇકને સમર્થનમાં બ્રિટન-ઇઝરાયલે કહ્યુ કે ઇરાન પાસે પરમાણુ હથિયાર નથી, જ્યારે રશિયા, PAK અને ચીન આ એરસ્ટ્રાઇકની આકર ટીકા કરી છે.
જેરુસલેમમાં વિસ્ફોટો સંભળાયા
અમેરિકાના હવાઈ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈરાને ઈઝરાયલ પર બોમ્બમારો કર્યો છે. ઈઝરાયલી મીડિયા અનુસાર, જેરુસલેમમાં પણ વિસ્ફોટો સંભળાયા છે. ઈરાનના આક્રમક વલણને જોઈને, દક્ષિણ ઈઝરાયલમાં સતત સાયરન વાગી રહ્યા છે.
ઈઝરાયલે સ્વીકાર્યું કે તેનું રડાર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલને અટકાવી શક્યું નથી
ઈઝરાયલે સ્વીકાર્યું કે તેનું રડાર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલને અટકાવી શક્યું નથી. ઈઝરાયલે કહ્યું કે રવિવારે હાઈફામાં થયેલો હુમલો તેના પોતાના જ ઈન્ટરસેપ્ટરથી થયેલો મિસફાયર નહોતો, પરંતુ એક દુર્લભ કિસ્સો હતો.
ઇઝરાયલનો મોટો દાવો ઇરાને 15 ફાઇટર જેટ તબાહ કરી દીધા
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે ઇરાને 6 મિલિટ્રી એરફોર્સ પર હુમલો કર્યો હતો, જેમાં 15 ફાઇટર જેટ અને હેલિકોપ્ટર્સ તબાહ કરી દેવામાં આવ્યા હતા. IDFએ દાવો કર્યો છે કે તબાહ થયેલા ફાઇટર જેટ્સનો ઉપયોગ ઇઝરાયલ સેના વિરૂદ્ધ કરવામા આવ્યો હતો.
ઇઝરાયલી હુમલામાં IRGCના ગાર્ડ મારી દેવામા આવ્યા
ઇરાન પર ઇઝરાયલના હુમલામાં IRGCના ઓછામાં ઓછા 10 ગાર્ડ મારી દેવામાં આવ્યા છે. ઇઝરાયલનો આ હુમલો ઇરાનના યાજ્દ પ્રાંતમા થયો.
ઇઝરાયલે ઇરાન પર મિસાઇલ ફેંકી
અમેરિકાની એરસ્ટ્રાઇક પછી ઇરાન સતત ઇઝરાયલ પર મિસાઇલ ફેકી રહ્યુ છે. દરમિયાન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે સોમવારે તેમણે પશ્ચિમ ઇરાનમાં જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો ચલાવી હતી. આ હુમલાઓમાં ઇરાનના લશ્કરી સંગ્રહ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે.













